Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખ પર CBI અને ED ની તપાસ શરૂ

ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

 

મુંબઈ :  CBI અને ED જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ 100 કરોડની વસૂલાત અને મની લોન્ડ્રિંગ કેસમાં અનિલ દેશમુખની સામે તપાસ અને પૂછપરછ કરી રહી છે. ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને પાંચ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, પરંતુ દેશમુખ એક વખત પણ પૂછપરછ માટે હાજર થયા નથી.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના ગૃહમંત્રી હતા ત્યારે તેઓએ સચિન વાજે સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ મુંબઈમાં બાર અને રેસ્ટોરન્ટમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની વસુલાત કરવા માટે કર્યો હતો.

(1:24 am IST)