Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

બાયડન સરકાર પર ટ્રમ્પના આકરા પ્રહાર : કહ્યું - તાલિબાન પાસેથી અમેરિકાના હથિયાર પરત માંગો નહીંતર બોમ્બ ફેંકો

ટ્રમ્પે કહ્યું કે, ઇતિહાસમાં ક્યારેય સેના વાપસીના અભિયાનને આટલી ખરાબ રીતે અંજામ આપવામાં આવ્યો નથી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને હટાવવા માટે જો બાયડન સરકારની ટીકા કરી છે. ટ્રમ્પે યુએસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ઇતિહાસમાં ક્યારેય સેના વાપસીના અભિયાનને આટલી ખરાબ રીતે અંજામ આપવામાં આવ્યો નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાને જેટલી ખરાબ સ્થિતિમાં નાખી શકાતું હતું તેના કરતા વધારે ખરાબ સ્થિતિમાં છે.

બે દાયકાના યુદ્ધ બાદ તાલિબાને 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને અફઘાનિસ્તાનમાંથી તેના તમામ સૈનિકોને પાછા ખેંચવા માટે 31 ઓગસ્ટની સમયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ તાલિબાને તેના બે અઠવાડિયા પહેલા જ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો હતો અને ત્યાંની પરિસ્થિતિ વધુ વણસી હતી

ટ્રમ્પે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'આપણે હાલ ખુબ જ ખરાબ સ્થિતિમાં છીએ. આ એવી પરિસ્થિતિ છે કે જેની બે અઠવાડિયા પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી. કોઈએ વિચાર્યું ન હતું કે આવું કંઈ પણ થઈ શકે છે અને અમે એવી સ્થિતિમાં હોઈશું કે જ્યાં તાલિબાન અને અન્ય લોકો અમને સૂચનાઓ આપી હશે અને આપણને કહેશે કે 31 ઓગસ્ટે નિકળી જાઓ.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પર 9/11 હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની સેના મોકલી હતી. લગભગ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને સંપૂર્ણ રીતે પાછા ખેંચી લીધા બાદ ટ્રમ્પે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં બાયડન વહીવટીતંત્રએ જેટલી ખરાબ રીતે સેનાની વાપસી કરવાનું અભિયાન ચલાવ્યું હતું તેટલું ખરાબ ક્યારેય ઇતિહાસમાં થયું નથી.

ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી જે 26,000 લોકોને બહાર કાવામાં આવ્યા છે તેમાંથી માત્ર 4,000 અમેરિકનો છે. તેમણે કહ્યું કે હવે આપણે માત્ર કલ્પના કરી શકીએ છીએ કે કેટલા હજાર આતંકવાદીઓને અફઘાનિસ્તાન અને વિશ્વના પડોશી દેશોમાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા છે. શું ભયંકર નિષ્ફળતા અને કોઈ તપાસ કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે બાયડન કેટલા આતંકવાદીઓને અમેરિકા લાવશે ? અમને ખબર નથી.

 

(11:32 pm IST)