Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

20 વર્ષમાં પરિણામ શૂન્ય : અફઘાનિસ્તાનમાં યુએસ લશ્કરી હસ્તક્ષેપથી તમામ પક્ષોને નુકસાન: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી :  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાન મુદ્દે અમેરિકા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં યુએસ લશ્કરી હસ્તક્ષેપથી તમામ પક્ષોને નુકસાન થયું છે. અમેરિકાને નુકસાન સિવાય કશું જ મળ્યું નથી. કોઈ દેશ પર વિદેશી મૂલ્યો લાદવું અશક્ય છે. જો કોઈ વ્યક્તિ કોઇના માટે કંઈક કરે છે, તો તેણે તે લોકોના ઇતિહાસ, સંસ્કૃતિ, જીવન દર્શન વિશે માહિતી મેળવવી જોઈએ.તેમની પરંપરાઓનું સન્માન કરવું જોઈએ.

પુતિને વધુમાં કહ્યું છે કે અમેરિકી સૈન્ય 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં છે. તેમણે અફઘાનિસ્તાનના લોકોને અમેરિકન સંસ્કૃતિ શીખવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો,અને કહ્યું કે આ સમગ્ર કેસનું પરિણામ નકારાત્મક નથી તો શૂન્ય છે.યુએસ આર્મી 31 ઓગસ્ટના અફઘાનિસ્તાનથી સંપૂર્ણપણે પરત આવી ગઈ છે. યુએસ પ્રમુખ જો બિડેને લશ્કરી કામગીરીના એક યુગનો અંત ગણાવ્યો હતો.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના બહાર નીકળ્યા બાદ રશિયાનું માથાનો દુખાવો પણ વધી ગયો છે. રશિયા ઇચ્છતું નથી કે કટ્ટરપંથી ઇસ્લામ મધ્ય એશિયામાં ફેલાય. અને આ જ કારણ છે કે રશિયાએ તાજિકિસ્તાન જેવા દેશોને તાલિબાનથી સુરક્ષાની ખાતરી આપી છે. અને તાજિકિસ્તાનમાં તેનો લશ્કરી આધાર મજબૂત કર્યો છે સાથે તાજિકિસ્તાનના સરહદી વિસ્તારમાં લશ્કરી અભ્યાસમાં પણ વ્યસ્ત છે.રશિયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા વડાઓને મધ્ય એશિયામાં અસ્થિરતા, તાલિબાનનો ફેલાવો, ઉગ્રવાદીઓની સંભવિત ઘૂસણખોરી અને અફઘાનિસ્તાનના અફીણના ઉત્પાદન અંગે ચેતવણી આપી છે.

(10:22 pm IST)