Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કરપ્શન, નેપોટિઝ્મ અને પોલિસી પેરાલિસિસ વાળા જીડીપીના સાચા અર્થને ક્યારેય સમજી શકતા નથી

જીડીપી અંગે રાહુલ ગાંધીના પ્રહાર બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પલટવાર કરતા કોંગ્રેસ પર સીએનપીનો આરોપ લગાવ્યો.

નવી દિલ્હી :  જીડીપીમાં જોરદાર વધારો થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. જીડીપી વધારવાનો અર્થ સમજાવતા તેમણે કહ્યું ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ તેમના કટાક્ષ આક્ષેપ પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા સીએનપીનો આરોપ લગાવ્યો.

પાત્રાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ જીડીપીની પરિભાષાને અપભૃંશિત કરીને દેશ સામે પ્રસ્તુત કરી. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીનો પ્રશ્ન છે, સીએનપી વાળા અર્થાત કરપ્શન, નેપોટિઝ્મ અને પોલિસી પેરાલિસિસ વાળા જીડીપીના સાચા અર્થને ક્યારેય સમજી શકતા નથી.

સંબિત પાત્રાએ જણાવ્યુ કે જ્યારથી નોટબંધી થઈ છે ત્યારથી રાહુલ ગાંધી ચિંતામાં જોવા મળી રહ્યા છે. આજે પણ નોટબંધીને લઈને રાહુલ ગાંધી ચિંતામાં જ હતા. સ્વાભાવિક છે, ગાંધી પરિવાર અને કોંગ્રેસ પાર્ટીએ ડિમોનેટાઈઝેશનમાં ખૂબ રૂપિયા ગુમાવ્યા હોય.

રાહુલ ગાંધી તે વિષયો પર વાત કરે છે, જેનુ તેમને સ્પષ્ટ જ્ઞાન નથી. તેઓ જીડીપીનો ખોટીરીતે પુનર્પરિભાષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ નીત યુપીએ સરકારનો મૂળભૂત એજન્ડા સીએનપી હતો. તેઓ જીડીપીને સાચો અર્થ સમજી શકતા નથી.

(9:53 pm IST)