Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અલ્હાબાદ હાઈકોર્ટનું કેન્દ્ર સરકાર ને સૂચન : ગાય ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે - તેને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરીને મૂળભૂત અધિકારો આપવા જોઈએ - ગાયને નુકસાન પહોંચાડવાની વાત કરનારને સજા આપવા માટે કડક કાયદા બનાવા જોઈએ

કોર્ટે ગૂઢ નિરીક્ષણ કરતાં કહ્યું હતું કે "જેઓ ગૌ રક્ષણ અને પ્રમોશનની વાત કરે છે તેઓ જ ગાય ખાનાર બને છે તે જોઈને ખૂબ જ દુ:ખ થાય છે."

લખનૌ : ગાય ભારતની સંસ્કૃતિનો ભાગ છે અને તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઈએ, અલાહાબાદ હાઈકોર્ટે બુધવારે એક આરોપી જાવેદના જામીન નામંજૂર કરતા અવલોકન કર્યું હતું, જેના પર ઉત્તરપ્રદેશમાં ગૌવંશ નિવારણ કાયદા હેઠળ ગુનાઓ માટે આરોપ લગાવવામાં આવ્યા હતા.

સિંગલ જજ જસ્ટિસ શેખર કુમાર યાદવે કહ્યું હતું કે 'સરકારે ગાયને મૂળભૂત અધિકારો આપવા અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે સંસદમાં બિલ લાવવું જોઈએ અને ગાયને નુકસાન પહોંચાડવાની વાત કરનારને સજા આપવા માટે કડક કાયદા બનાવા જોઈએ.'

કોર્ટે કહ્યું હતું કે, "ગૌરક્ષાનું કામ માત્ર એક ધાર્મિક સંપ્રદાયનું નથી, પણ ગાય ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિને બચાવવાનું કામ દેશમાં રહેતા દરેક નાગરિકનું છે, પછી તે ભલે કોઈપણ ધર્મનો હોય." "જબ ગાય કા કલ્યાન હોગા, તભી દેશ કા કલ્યાન હોગા." તેમ કોર્ટે ઓર્ડર આપતા કહ્યું હતું.

જાવેદ પર ગૌવંશ નિવારણ અધિનિયમની કલમ 3, 5 અને 8 હેઠળ આરોપ લાગ્યો હતો. અરજદારના જામીન નામંજૂર કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી હતી કે ભારત સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મોના લોકો રહે છે, જે ભિન્ન ભક્તિ કરી શકે છે પરંતુ દેશ માટે તેમની વિચારસરણી સમાન છે.

"આવી સ્થિતિમાં, જ્યારે દરેક વ્યક્તિ ભારતને એક કરવા અને તેની શ્રદ્ધાને ટેકો આપવા માટે એક પગલું આગળ વધે છે, ત્યારે કેટલાક લોકો જેમની શ્રદ્ધા અને આસ્થા દેશના હિતમાં નથી, તેઓ દેશમાં આવી વાતો કરીને માત્ર દેશને નબળો પાડે છે. .ઉપરોક્ત સંજોગોને ધ્યાનમાં રાખીને, અરજદાર સામે પ્રથમ દ્રષ્ટિએ ગુનો સાબિત થાય છે, "કોર્ટે કહ્યું. કોર્ટે જાવેદને જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું કે જો તેને જામીન આપવામાં આવે તો તે મોટા પ્રમાણમાં સમાજમાં રહેલ  સુમેળને ખલેલ પહોંચાડી શકે છે.

"અરજદારનો આ પહેલો ગુનો નથી, આ પહેલા પણ તેણે ગૌહત્યા કરી છે, જેણે સમાજના સંવાદિતાને ખલેલ પહોંચાડી છે અને જો જામીન પર છૂટી જાય છે, તો તે ફરીથી તે જ કામ કરશે જે સમાજમાં સંવાદિતાને બગાડે. ઉપરોક્ત અરજદારોની આ જામીન અરજી પાયાવિહોણી છે અને નકારવાને પાત્ર છે. તદનુસાર, ઉપરોક્ત જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે." તેમ કોર્ટે ઉમેર્યું હતું.

અદાલતે રાજ્યભરમાં ગૌશાળાઓની કામગીરી અંગે ગૂઢ નિરીક્ષણ કરતાં કહ્યું હતું કે "જેઓ ગૌ રક્ષણ અને પ્રમોશનની વાત કરે છે તેઓ જ ગાય ખાનાર બને છે તે જોઈને ખૂબ જ દુ:ખ થાય છે." "સરકાર ગૌશાળાઓ પણ બનાવે છે, પરંતુ જે લોકોએ ગાયની સંભાળ રાખવાની હોય છે તેઓ ગાયોની સંભાળ લેતા નથી. તેવી જ રીતે, ખાનગી ગૌશાળાઓ પણ આજે માત્ર નામની ગૌશાળાઓ  બનીને રહી ગઈ છે, જેમાં ગાયને પ્રોત્સાહન આપવાના નામે જાહેરક્ષેત્ર અને સરકાર તરફથી મદદ લ્યે છે, પરંતુ આ મળેલી રકમ તેને પોતાના હિત માટે ખર્ચ કરે છે, અને ગાય ની સંભાળ લેતા નથી"

(7:54 pm IST)