Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભારતના અધ્યક્ષપદ હેઠળ : યુનોની સલામતી કાઉન્સીલમાં ઠરાવ પસાર : રશિયા-ચીન ગેરહાજર

અફઘાન જમીનનો ઉપયોગ કોઇ પણ દેશને ધમકી દેવા કે આતંકી આશ્રય માટે થવો જોઇએ નહિ

યુનો : ભારતની અધ્યક્ષતામાં યુનાઇટેડ નેશન્સ સિકયુરિટી કાઉન્સિલ (UNSC)એ એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં માગણી કરવામાં આવી હતી કે અફઘાનિસ્તાનની જમીનનો કોઈ પણ દેશને ધમકી આપવા અથવા આતંકવાદીઓને આશ્રય આપવા માટે ઉપયોગ થવો જોઈએ નહીં.

ઠરાવમાં એવી આશા રાખવામાં આવી છે કે તાલિબાન અફઘાન અને તમામ વિદેશી નાગરિકોને સલામત અને વ્યવસ્થિત રીતે દેશ છોડવા દેવા માટે તેની પ્રતિબદ્ઘતાઓનું પાલન કરે.

સુરક્ષા પરિષદે ફ્રાન્સ, બ્રિટન અને યુએસ દ્વારા પ્રાયોજિત ઠરાવને સ્વીકાર્યો હતો, જેમાં ૧૩ સભ્યોએ તરફેણમાં મત આપ્યો અને તેની વિરુદ્ઘ કોઈ મત આપ્યો ન હતો, અને કાયમી, વીટો-હોલ્ડિંગ સભ્યો રશિયા અને ચીન ગેરહાજર રહ્યા.

કાબુલ પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર શકિતશાળી ૧૫-રાષ્ટ્ર પરિષદ દ્વારા અપનાવવામાં આવેલો આ પહેલો ઠરાવ છે અને ઓગસ્ટ મહિના માટે સુરક્ષા પરિષદના ભારતના પ્રમુખપદના અંતિમ દિવસે લાવવામાં આવ્યો હતો.

(12:07 pm IST)