Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

લખનૌમાં શિલાન્યાસ કાર્યક્રમના પોસ્ટરમાંથી અટલ બિહારી વાજપેયીની તસ્વીર ગાયબ : રક્ષા મંત્રી રાજનાથ સિંહ નારાજ

કહ્યું વાજપેયી વગર તો લખનઉની કલ્પના પણ ન થઈ શકે : વાજપેયીનું નામ આપણા બધાથી ઉપર હોવું જોઈએ

 

લખનૌકેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના મતવિસ્તાર લખનઉમાં 180 યોજનાના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યાં. આયોજના પ્રસંગના સ્થળે એક મોટી લોકાર્પણ કાર્યક્રમ સંબંધી એક મોટી તસવીર લગાડાઈ હતી જેમાં પૂર્વ પીએમ અને લખનઉથી સાંસદ રહેલા અટલ બિહારી વાજપેયીની તસવીર જોવા મળતા રાજનાથ સિંહ નારાજ થયા હતા.

અટલ બિહારી વાજપેયીની તસીવર જોવા મળતા રાજનાથે કહ્યું કે લખનઉમાં આપણા બધાની તસવીર હોય કે હોય પરંતુ તેમાં વાજપેયીની તસવીર તો હોવી જોઈએ. રાજનાથે કહ્યું કે આવું નહોતું થવું જોઈતું. વાજપેયીની તસવીર લગાડવાની જરુર હતી. વાજપેયી વગર તો લખનઉની કલ્પના પણ થઈ શકે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જ્યારે તેઓ અન્ય શિલાન્યાસ કાર્યક્રમ માટે લખનૌની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમને ભૂલ જોવા મળી હતી પરંતુ તે ઘટનામાં ખૂબ વ્યસ્ત હોવાથી તેનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા હતા.

રાજનાથસિંહે કહ્યું કે લખનૌ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું અને તેમનું નામ અને સ્થાન આપણા બધાથી ઉપર છે. 'જો તમે લોકો લખનઉમાં કોઈ પણ કાર્ય માટે હોર્ડિંગ્સ લગાવતા હો અને જ્યારે તમે પાર્ટીના નેતાઓના ફોટા લગાવવા માંગતા હો, તો ચોક્કસપણે અટલજીના ફોટોગ્રાફ્સ સૌથી ઉપર રાખો. હવેથી લખનઉમાં એક પણ હોર્ડિંગ અથવા પોસ્ટર હોવું જોઈએ જેમાં અટલ જીનો ફોટો દેખાય, 'રાજનાથ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું.

પ્રસંગે રાજનાથે સીએમ યોગીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે સીએમ યોગીએ યુપીના વિકાસની ગાડી એટલી ઝડપે દોડાવી છે કે તેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.

(12:05 am IST)