Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અફઘાનિસ્તાન મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ટૂંક સમયમાં કરશે દેશને સંબોધિત: મોટી જાહેરાત કરવા સંભવ

24 કલાક પહેલા અફઘાનિસ્તાન છોડવા પાછળનું કારણ, તાલિબાનને આર્થિક મદદ મળશે કે નહીં.અફઘાનિસ્તાનમાં ફરી સેના જશે કે નહીં, દૂતાવાસને શિફ્ટ કરવાનો હેતુ શું છે,જો અફઘાનિસ્તાન આતંકનું આશ્રયસ્થાન બની જાય તો તમે શું કરશો સહિતના મુદ્દે ઉત્સુકતા

નવી દિલ્હી :  તાલિબાનની ડેડલાઇનના 24 કલાક પહેલા જ અમેરિકાની સેના અફઘાનિસ્તાનથી નિકળી ગઈ છે. તાલિબાને 31 ઓગસ્ટ સુધીની છેલ્લી તારીખ આપી હતી, પરંતુ અમેરિકાની સેના પહેલા જ અફઘાનિસ્તાન છોડવાને મજબૂર થઈ ગઈ. હવે ટૂંક સમયમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સંબોધન કરશે.

આખા વિશ્વની નજર હવે રાષ્ટ્રપતિ બાઇડનની નવી જાહેરાત પર છે. માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના સંબોધનમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ જાહેરાત અફઘાનિસ્તાન અને તાલિબાનના ભવિષ્યના સંબંધોને લઇને હોઇ શકે છે.

(11:39 pm IST)