Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનું સંક્રમણ થતા તંત્ર એલર્ટ મોડમાં

દરેક સ્‍થિતિને પહોંચી વળવા આરોગ્‍ય તંત્રને સતર્ક રહેવા સરકારની તાકીદ

મુંબઇ : મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના મ્યુટન્ટ વાયરસ મળી આવ્યા છે. તેના મોટાભાગના દર્દીઓ રત્નાગીરી અને જલગાંવમાં મળી આવ્યા છે. પરંતુ તેમ છતાં, રાહતની વાત એ છે કે અહીં સંક્રમણ ઝડપથી વધ્યું નથી. એટલે કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવવાની ઝડપ ડેલ્ટા વેરિઅન્ટની ઝડપ કરતા ઓછી છે. આમ છતાં, નિષ્ણાતોએ મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સાથે જોડાયેલી પરીસ્થીતીઓ પર કડક નજર રાખવાની સલાહ આપી છે.

સોમવારે 27 નવા ડેલ્ટા પ્લસ સંક્રમિત કેસ નોંધાયા હતા. તેના કારણે હવે મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે. હવે રાજ્યના કુલ 24 જિલ્લાઓમાં તેના ફેલાવાની પુષ્ટિ થઈ છે. જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટિંગના રિપોર્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. તમામ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓ વિદર્ભ અને કોંકણ પ્રદેશના છે.

રાહતની વાત એ છે કે ચેપનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો નથી.

રત્નાગિરી જિલ્લામાં સૌથી વધુ દર્દીઓ સંગમેશ્વર તાલુકા (પ્રખંડ) માં જોવા મળ્યા છે. રત્નાગિરીમાં કુલ 15 દર્દીઓ મળી આવ્યા છે. પરંતુ અહીં સંક્રમણ ઝડપથી ફેલાવાનું અથવા ખાસ સ્થળો પર દર્દીઓની સંખ્યામાં વધારો થવાના કોઈ લક્ષણો દેખાય રહ્યા નથી. કોંકણ ક્ષેત્રમાં, સંક્રમિતોની વધારે સંખ્યા સિંધુદુર્ગ અને ચિપલુનમાં હતી.રત્નાગિરીમાં, સંક્રમણ દર 2 ટકાથી નીચે આવી ગયો છે.

જલગાંવમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત 13 લોકો મળી આવ્યા હતા. આ કેસો જૂનમાં સામે આવ્યા હતા. બાદમાં અહીંના ગામોમાં 500 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. આમાં પણ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો નથી. તેમના સંપર્કમાં આવ્યા પછી પણ, લોકોમાં સંક્રમણ વધવાના કોઈ ખાસ સંકેત જોવા મળ્યા નથી.

જુદા જુદા જિલ્લાઓમાં સંક્રમિતોની સંખ્યા

મહારાષ્ટ્રમાં જલગાંવમાં 13, રત્નાગિરીમાં 15, મુંબઈમાં 11 અને કોલ્હાપુરમાં 7 દર્દીઓ મળી આવ્યા છે. થાણે, પુણે, અમરાવતી, ગઢચિરોલીના દરેક જિલ્લામાં 6-6 દર્દીઓ મળી આવ્યા છે. નાગપુરમાં 5 અને અહમદનગરમાં 4 દર્દીઓ મળી આવ્યા છે. પાલઘર, રાયગઢ, અમરાવતીમાં 3-3 દર્દીઓ મળી આવ્યા છે.

નાંદેડ, ગોંડિયા, સિંધુદુર્ગ, નાસિકમાં 2-2 અને ચંદ્રપુર, અકોલા, સાંગલી, નંદુરબાર, ઓરંગાબાદ, બીડ, ભંડારામાં 1-1 દર્દીઓ મળી આવ્યા છે. આ બધામાંથી 98 દર્દીઓ સાજા થયા છે. 5 દર્દીઓના મોત થયા છે. રત્નાગિરીમાં 2 અને બીડ, મુંબઈ અને રાયગઢમાં 1-1 દર્દીના મોત થયા છે. 17 દર્દીઓને રસીના બંને ડોઝ અને 18 દર્દીઓને રસીનો એક ડોઝ અપાઈ ચુક્યો છે.

ડેલ્ટા પ્લસ ઓછી ઝડપે ફેલાઈ છે જરૂર, પણ ઘાતકતા ઓછી નથી

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વાયરસનું સંક્રમણ ફેલાયાને એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે. સંક્રમણને ગમે ત્યાં ફેલાતા 14 દિવસ લાગે છે. પરંતુ અત્યાર સુધીમાં બમણો સમય પસાર થઈ ગયો છે, તેમ છતાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું સંક્રમણ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાયું નથી. પરંતુ નિષ્ણાતો પણ અભિપ્રાય ધરાવે છે કે ઓછા ઝડપી પ્રસારનો અર્થ ઓછો ઘાતક નથી. છેવટે, ડેલ્ટા પ્લસ પણ ડેલ્ટા વેરિઅન્ટનું પેટા પ્રકાર છે. તે તેનો એક ભાગ છે. વધુ પરીક્ષણ કરવાની જરૂર છે.

કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીનો અભિપ્રાય છે કે ભલે ભારતમાં કદાચ અત્યાર સુધી આ વેરીયન્ટ ઘાતક સાબિત ન થયો હોય, પરંતુ યુરોપ અને વિશ્વના અન્ય ભાગોમાં, ડેલ્ટા પ્લસ ખૂબ જીવલેણ સાબિત થયું છે. તેથી તરત જ અનુમાન લગાવવું યોગ્ય નથી. તેના બદલે, પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખવી જરૂરી છે.

(12:00 am IST)