Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તાલીબાનોએ અમેરિકી લશ્‍કર હટતા નવુ ફરમાન કર્યુ

આત્‍મસમર્પણ કરો અથવા મરીજાઓ ઘરના દરવાજે પત્રો ચિપકાવ્‍યા : અમેરિકા સેના તરફથી જાસુસી કરતા લોકો મટો નવો ખતરો

અફઘાની આતંકીઓને અમેરિકન સેનાની એક્ઝીટ થતા હવે, મોકળું મેદાન મળ્યું છે. અફઘાનિસ્તાનમાં શરિયાત કાનૂ શક્યતા સેવાઈ રહી છે. ગઈકાલે અમેરિકાએ અગાઉ જાહેર કરેલા નિર્ણય મુજબ, બાકીના બધા સૈનિકો પાછા લેતા, તાલિબાનીઓએ કાબુલ એરપોર્ટ પર કબ્જો જમાવી લીધો છે અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

છેલ્લા 20 વર્ષમાં અમેરિકન સેના તરફથી કામ કરતા અને જાસૂસી કરતા લોકો હવે ખતરામાં છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને સાથી દળોને મદદ કરનારા લોકોના ઘરના દરવાજા પર તાલિબાનોએ પત્રો લગાવ્યા છે. જેમાં જાહેર કરવામાં આવ્યું છે કે, "આત્મસમર્પણ કરો અથવા મરી જાઓ". આવી ચેતવણી આપતા પત્રોએ ભય જન્માવ્યો છે. સાથે પત્રોમાં આવા લોકોને તાલિબાન દ્વારા બોલાવવામાં આવેલી અદાલતમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. જ્યાં તેમને સજા આપવામાં આવશે.

અમેરિકન સેનાએ વર્ષ 2001 થી 2021 સુધી, અફઘાનિસ્તાનમાં હતી. અફઘાનિસ્તાનને સુરક્ષિત કરવા અને સ્થાયી કરવા માટે અમેરિકન સરકાર પ્રયત્ન કરી રહી હતી. સ્થાનિકો પણ અમેરિકા ના નેજા હેઠળ રહીને સુરક્ષિત મહેસૂસ કરતા હતા. પરંતુ, અચાનક જો બિડેનએ અમેરિકન સેનાની વાપસીનો નિર્ણય જાહેર કરતા, તાલિબાની આતંકીઓએ એક પછી એક જિલ્લામાં જીત મેળવીને આખરે રાજધાની કાબુલ પર કબ્જો મેળવી લીધો હતો. અમેરિકન સેનાની મદદ કરનાર સ્થાનિક લોકોને આતંકીઓએ "બેવફાઈ જાસૂસ" ગણાવ્યા છે.

(12:00 am IST)