Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ઉત્તરપ્રદેશમાં કેટલાક જિલ્લામાં કોરોના કાળના સમયે જ ''સ્ક્રબ ટાઇફસ'' નામની નવી બિમારીએ ચિંતા વધારી

શું છે આ બિમારી તેના લક્ષણો અને બચવાના ઉપાય વિશે જાણવું જરૃરી

નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકાઓ ઝડપથી વધી રહી છે. તજજ્ઞોએ ઑક્ટોબરમાં દેશમાં ત્રીજી લહેરની પીકને લઇને સાવચેત કર્યા છે. કોરોનાના સંકટની વચ્ચે દેશમાં વધુ એક સંક્રમણનો મામલો સામે આવી રહ્યો છે. વર્તમાન રિપોર્ટસ્ મુજબ ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં એક ગંભીર બિમારીના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. જાણકારોએ રોગને 'સ્ક્રબ ટાઇફસ' નામ આપ્યું છે. સ્ક્રબ ટાઇફસ મુખ્યત્વે માઇટ્સ (જીવાત જેવા નાના જંતુ)ના કાપવાથી થતી બીમારી છે, સમયસર તેનો યોગ્ય ઇલાજ થાય તો સંક્રમિતોનું મૃત્યુ પણ શક્ય છે. રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બીમારીના 2 ડઝનથી વધુ કેસ નોંધાયા છે.

કોરોના મહામારીની વચ્ચે સ્ક્રબ ટાઇફસના વધતા કેસોએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ડોક્ટરોના મત અનુસાર ગંદકીના કારણે જીવાણું ઉત્પન્ન થાય છે અને તેના કાપવાથી લોકોમાં સ્ક્રબ ટાઇફસ બીમારી થવાની સંભાવના વધી જાય છે. જે સ્થાન પર બીમારીના સંક્રમણો વધી રહ્યા છે ત્યાં લોકો વિશેષ સાવધાન થઇ જવાની આવશ્યક્તા છે.

CDC- સેન્ટર ફોર કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર સ્ક્રબ ટાઇફસ ઓરિએન્ટિયા સુત્સુગામુશી નામક બેક્ટેરિયાના કારણે થતી ગંભીર બીમારી છે. સ્ક્રબ ટાઇફસ સંક્રમિક 'ચિગર્સ'ના કાપવા પર લોકોમાં ફેલાય છે. રોગને 'બુશ ટાઇફસ'ના નામથી પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, ભારત અને ઉત્તર ઑસ્ટ્રેલિયાના ગ્રામિણ વિસ્તારોમાંથી બીમારીના વધુ કેસ સામે આવી રહ્યાં છે. જે સ્થળો પર સંક્રમણ થઇ રહ્યું છે ત્યાંના રહેવાસીઓ કે યાત્રિકોમાં સંક્રમણનો ખતરો રહી શકે છે. જો સમયસર રોગનો ઇલાજ કરવામાં આવે તો જાનલેવા પણ બની શકે છે.

CDCના તજજ્ઞો અનુસાર સંક્રમિત કીટના કાપવાના આશરે 10 દિવસમાં તેના લક્ષણો સામે આવે છે. રોગીઓને બીમારી અને ઠંડી લાગવાની સાથે માથામાં દુ:ખાવો, શરીર અને માસપેશિયોમાં દુ:ખાવો વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. જે જગ્યાએ જીવજંતુએ કાપ્યું હોય ત્યાં ચામડીનો રંગ ઘાટ્ટો થઇ જાય છે. અને ચામડી પર ખંજવાડ આવી શકે છે. કેટલાક લોકોને ચામડી પર ફોલ્લીઓ પણ નજરે પડી શકે છે. સ્થિતિ વધુ ગંભીર બનતા દર્દી ચક્કરથી લઇને કોમામાં જવા સુધીની સમસ્યાનો ભોગ બની શકે છે. વધુમાં આંખો ખરાબ થવી કે રક્તસ્ત્રાવમાં મુશ્કેલીઓ થવા જેવી સમસ્યાઓ પણ આવી શકે છે.

ડૉક્ટર્સના કહેવા અનુસાર સ્ક્રબ ટાઇફસના લક્ષણો અન્ય બીમારીઓ જેવા હોય છે, કારણ છે કે લોકો કેટલીકવાર મૂંજવણમાં મુકાઇ જાય છે. લક્ષણોના આધારે ડૉક્ટર્સ કેટલાક ટેસ્ટ કરવાનું કહી શકે છે જેના આધારે સંક્રમણનો ઇલાજ શક્ય બને. જો દર્દીમાં સ્ક્રબ ટાઇફસનો ઇલાજ થાય છે તો સમયાન્તરે તેમને કેટલીક વિશેષ એન્ટીબાયોટીક દવાઓના ડોઝ પણ આપવામાં આવે છે. વ્યક્તિની ઉંમર અને સ્થિતિની ગંભિરતાને ધ્યાનમાં લઇને તેના ડોઝ અલગ હોઇ શકે છે. રોગની ગંભીરતા અનુસાર દવાઓ અને ઉપચારની પદ્ધતિમાં ફેરફાર આવી શકે છે.

CDC અનુસાર, સ્ક્રબ ટાઇફસથી બચવા માટે કોઇ રસી ઉપલ્બ્ધ નથી, તેથી સંક્રમણથી બચીને રહેવું ખુબ જરૂરી છે. જંગલો અને વૃક્ષિય વિસ્તારોમાં જીવજંતુઓ વધુ પ્રમાણમાં જોવા મળે છે તેથી શક્ય હોય ત્યાં સુધી આવા સ્થળો પર જવાનું ટાળવું જોઇએ. જો તમને કોઇપણ જીવાણું કાપી લે તો તાત્કાલિક શરીરની તે જગ્યાને સ્વત્છ પાણીથી સાફ કરવું અને એન્ટીબાયોટીક દવાઓ લગાવવી. એવા કપડાં પહેરવા જેનાથી હાથ-પગ વ્યવસ્થિત ઢંતાયેલા રહે.

(12:00 am IST)