Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ચીન પૂર્વીય લદ્દાખના હૉટ સ્પ્રિંગ અને ગોગ્રા પોઈન્ટ પાછળ હટવા તૈયાર

ચીન ડેપસાંગથી પાછળ ખસવા તૈયાર નથી. જો ચીન નહિં માને તો ભારત કૈલાશ રેન્જમાં આર્મી તૈનાત કરશે

નવી દિલ્હી :. ચીન પૂર્વીય લદ્દાખના 3 વિવાદાસ્પદ પોઈન્ટમાંથી 2 પરથી પરત ખસવા તૈયાર થયું છે.ભારત અને ચીનના સિનિયર કમાન્ડર્સ વચ્ચે 12માં તબક્કાની બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના કમાન્ડર્સે 3 વિવાદાસ્પદ પોઈન્ટ્સ હૉટ સ્પ્રિંગ, ગોગ્રા અને ડેપસાંગમાં ચીનની હાજરીનો વિરોધ નોંધાવ્યો હતો.

12 કલાક ચાલેલી બેઠકમાં ચીને સેનાને હૉટ સ્પ્રિંગ અને ગોગ્રા પોઈન્ટ પાછળ હટવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

સેના પાછળ હટાવવાનો એક્શન પ્લાન પણ તૈયાર કરવામા આવ્યો છે. બેઠકમાં ભારતનો એજન્ડા સ્પષ્ટ હતો કે ચીને સામ-સામે તૈનાતીવાળા વિસ્તારોમાંથી પાછળ હટવું જ પડશે. ચીન ડેપસાંગથી પાછળ ખસવા તૈયાર નથી. જો ચીન નહિં માને તો ભારત કૈલાશ રેન્જમાં આર્મી તૈનાત કરશે. ભારતીય સૈનિકો આ માટે તૈયાર છે.

સરહદ પર વિશ્વાસ અને શાંતિપૂર્ણ સંબંધોને આગળ વધારવા માટે ઉત્તર સિક્કિમમાં ભારતીય સેના અને તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં Khamba Dzong વચ્ચે હોટલાઇનની સ્થાપના કરવામાં આવી હતી. આ ઇવેન્ટ 01 ઓગસ્ટ 2021 ના રોજ PLA DAY સાથે થઇ હતી.

બંને દેશોના સશસ્ત્ર દળો પાસે ગ્રાઉન્ડ કમાન્ડર્સના સ્તરે સંદેશાવ્યવહાર માટે સારી રીતે સ્થાપિત પદ્ધતિઓ છે. આ હોટલાઈન વિવિધ પ્રદેશોમાં સંદેશાવ્યવહાર વધારવા અને સરહદો પર શાંતિ જાળવવામાં ઘણી આગળ વધશે. ઉદ્ઘાટનમાં સંબંધિત સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોએ હાજરી આપી હતી અને હોટલાઈન દ્વારા મિત્રતા અને સદ્ભાવનાના સંદેશાઓની આપલે કરવામાં આવી હતી.

 

(11:44 pm IST)