Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જજ ઉત્તમ આનંદ મર્ડર કેસ : પાથરડીહ પોલીસ સ્ટેશનના ઓફિસર-ઇન્ચાર્જ સસ્પેન્ડ : જે રિક્ષાએ જ્જને અડફેટમાં લીધા તે ચોરાઉ હતી : રીક્ષા માલિકે નોંધાવેલી ચોરીની ફરિયાદ પર કાર્યવાહી ન કરવા બદલ નોકરીમાંથી બરતરફ

ધનબાદ : ઝારખંડના ધનબાદ કોર્ટના જજ ઉત્તમ આનંદની હત્યાના  પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. જે અંગે તપાસ ચાલુ થતા જાણવા મળ્યા મુજબ મોર્નિંગ વોકમાં નીકળેલા જજ ઉત્તમ આનંદને એક રિક્ષાએ અડફેટમાં લઇ ઇજા પહોંચાડી હતી.તેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યા મુજબ જજ રસ્તાની એક બાજુએ ચાલી રહ્યા હતા તેમ છતાં તેમને રિક્ષાએ અડફેટમાં લીધા હતા.તેથી ઈરાદા પૂર્વકનું કૃત્ય હોવાનું લાગ્યું હતું. વિશેષમાં જે રિક્ષાએ જ્જને અડફેટમાં લીધા તે રીક્ષા પણ ચોરાઉ હતી. એટલું જ નહીં આ રિક્ષાના માલિકે રીક્ષા ચોરાયાની ફરિયાદ પણ નોંધાવી હતી તેમ છતાં કઈ કાર્યવાહી ન કરવાના આરોપસર  નોકરીમાંથી પાથરડીહ પોલીસ સ્ટેશનના ઓફિસર ઇન્ચાર્જને સસ્પેન્ડ કરાયા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:27 pm IST)