Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ટોકિયો ઓલમ્પિક : મેન્સ હોકીમાં ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું : 41 વર્ષ બાદ ભારતે રચ્યો ઈતિહાસ: બ્રિટનને 3-1થી હરાવ્યું :મેડલથી એક જીત દૂર ભારતીય ટીમ

8 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ પાસે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની મોટી તક

નવી દિલ્હી :  ભારતીય પુરુષ હોકી ટીમની ક્વાર્ટર ફાઇનલ મેચ બ્રિટન વિરૂદ્ધ શરુ થઈ છે. ઈન્ડિયન ટીમ પાસે 41 વર્ષ પછી ટોપ-4માં પહોંચી ઇતિહાસ રચ્યો છે  ટીમ ઈન્ડિયા ગ્રેટ બ્રિટનને 3-1થી હરાવ્યું છે  દિલપ્રિત સિંહે પ્રથમ ગોલ ફટકાર્યો છે. છેલ્લી વખત 1980મા ટીમ ટોપ-4મા પહોંચી હતી અને પછી ફાઇનલ મેચમાં ભારતે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. ત્યારપછી ટીમ ક્યારેય ટોપ-4મા પહોંચી શકી નથી. તેવામાં 8 વખતની ઓલિમ્પિક ચેમ્પિયન ભારતીય ટીમ પાસે ઇતિહાસનું પુનરાવર્તન કરવાની મોટી તક મળી છે

 

(7:17 pm IST)