Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અસમના પ્રતિબંધોને કારણે મિઝોરમ મુશ્કેલીમાં :મુખ્યમંત્રીએ કહ્યું : કેન્દ્ર દરમિયાનગીરી કરે, રાજ્ય બર્લિન ન બનવું જોઈએ

નવી દિલ્હી : અસમ અને મિઝોરમમાં થયેલી હિંસક ઝડપને કારણે બંને રાજ્યો વચ્ચે તણાવ યથાવત જોવા મળી રહ્યો છે. અસમના સરહદી  વિસ્તારોમાં મિઝોરમના લોકો માટે પાબંદી લગાવી દેવામાં આવી છે. જેના કારણે મિઝોરમમાં હવે જીવ જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ રહી છે. મિઝોરમના લોકોને હવે તો પેટ્રોલ ડિઝલ પણ લીમીટમાં આપવામાં આવી રહ્યું છે. 

  સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અસમમાં પાબંદીઓ લગાવ્યા બાદ મિઝોરમમાં તકલીફો વધી રહી છે. પેટ્રોલ પંપ પર ગણતરી સાથે લોકોને પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. સાથે પેટ્રોલ ડીઝલ ભરાવા માટે પણ ડેપ્યુટી કમિશ્નરની મંજૂરી પડે તેમ છે. 

મિઝોરમમાં 2 વ્હિલર ચાલકોને ખાસ 3 લીટર પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. તે સિવાય પ્રાઈવેટ ગાડીઓને હાલ 5 લીટર પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ત્યાના લોકોને લાંબા રસ્તો નક્કી કરવામાં ભારે તકલીફ પડી રહી છે.  મિઝોરમના મુખ્ય સચીવે પણ મીડિયાને એવી માહિતી આપી છે કે રાજ્યોમાં જરૂરી સામાનની અછત સર્જાઈ રહી છે. 

 

સમગ્ર મામલે મિઝોરમના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને પણ માહિતી આપી છે કે અસમ દ્વારા મિઝોરમના લોકો માટે પાબંદીઓ લગાવામાં આવી રહી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા તે મામલે દખલગીરી કરે તેવી તેમણે વિનંતી કરી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે મિઝોરમ બિજું બર્લિન ન બનવું જોઈએ. 

 

બીજી તરફ અસમના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ કહ્યું કે સમગ્ર વિવાદનો અંત લાવી શકાય છે. સાથેજ તેમણે કહ્યું કે તેમનો ફોકસ નોર્થ-ઈસ્ટની ભાવનાઓને જીવંત રાખવાનો છે. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે સીમા વિવાદનો અંત વાતચીત કરીને લાવી શકાશે. 

 

ઉલ્લેખનીય છે કે મણિપુરના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદદાસ કોંથોઉજ્જામ રવિવારે ભાજપમા શામેલ થયા છે. જેમા તેમણે કહ્યું કે અસમ અને મિઝોરમ વચ્ચે સિમા વિવાદનો અંત ઝડપથી લાવવામાં આવશે. ઉપરાંત તેમંણે કહ્યું મણિપુર સાથે પણ નાગાલેન્ડનો સીમા વિવાદ ચાલી રહ્યો છે. જે વિવાદનો અંત પણ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં જરૂરથી લાવવામાં આવશે. 

(5:50 pm IST)