Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભેટ આપવાની જાહેરાત

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે.ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર રાજ્યના રમતવીરોને ઉત્તર પ્રદેશ સરકાર મોટી ભેટ આપશે.

ભારતને અત્યાર સુધી ટોક્યો ઓલિમ્પિકમાં વધારે સફળતા મળી નથી અને ઘણી ઇવેન્ટમાં ભાગ લેવા છતાં ભારતને માત્ર એક જ મેડલ મળ્યો છે, જે મીરાબાઈ ચાનુએ ગેમ્સના પ્રથમ દિવસે વેઈટલિફ્ટિંગમાં જીત્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'ચીયર ફોર ઇન્ડિયા' (Cheer for India) કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાનવા ગામના મિની સ્ટેડિયમમાં ઓપન જીમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે,ખેલાડી પોતાનામાં જ શિસ્તબદ્ધ છે. જો વ્યક્તિનું જીવન શિસ્તબદ્ધ ન હોય, તો તે સમય પર તેના માર્ગથી ભટકી જવાનું શરૂ કરે છે. આથી, યુવાનો શિસ્તબદ્ધ હોવા જોઈએ અને ધ્યાન ધ્યેય તરફ કેન્દ્રિત કરવું જોઈએ.

દેશના ઘણા રાજ્યોએ તેમન રમતવીરો માટે પુરસ્કારોની જાહેરાત કરી દીધી છે. સાથે આપને જણાવવું રહ્યું કે,ભારતીય ઓલિમ્પિક એસોસિએશને (Indian Olympic Association) પણ વિજેતા ઉમેદવારો માટે જાહેરાત કરી છે.

ટોક્યો ઓલિમ્પિકની વાત કરવામાં આવે તો, દેશનું પ્રતિનિધિત્વ કરતા ભારતીય ખેલાડી અતનુ દાસ (Atun Das) પુરુષોની વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધાની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તાકાહારુ ફુરુકાવા (Japan) સામે 4-6થી હાર્યા હતા.જ્યારે કમલપ્રીત કૌરે 64 મીટર ડિસ્ક ફેંકીને મહિલાઓની ડિસ્ક થ્રો ઇવેન્ટમાં ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું પરંતુ સીમા પૂનિયા 16 માં સ્થાનેથી બહાર થઇ ગઇ હતી. પુરુષોની લાંબી જમ્પમાં શ્રીશંકર 7.69 મીટરના કૂદકા સાથે 25 મા ક્રમે રહ્યો અને ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો.

બેડમિન્ટનમાં પીવી સિંધુ મહિલા(P V Sindhu) સિંગલ્સની સેમિફાઇનલમાં (Semi final)તાઇ ત્ઝુ યિંગ સામે હારી ગઇ હતી. હવે તે બ્રોન્ઝ મેડલ માટે બિંગ શિયાઓ (ચીન) સામે ટકરાશે. બોક્સિંગ અમિત પંઘલ પુરુષોની 52 કિલો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઉબેરજેન માર્ટિનેઝ (કોલંબિયા) સામે 1-4થી હારી ગયો. પૂજા રાની મહિલા 75 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં લી કિયાન (ચીન) સામે 0-5થી હારી ગઈ.

(3:06 pm IST)