Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલા નિતિશકુમારે ભાજપનું ટેન્શન વધાર્યુ

JDU એ જનસંખ્યા નિયંત્રણ કાયદો, જાતિગત જનગણના જેવા મુદ્દાને લઇ ભાજપથી અલગ સ્ટેન્ડ બનાવ્યું

નવી દિલ્‍હી : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરીથી પોતાના જૂના રંગમાં પાછા ફરતા જોવા મળી રહ્યા છે. નીતિશ કુમારની બેઠક દરમિયાન JDUએ જનસંખ્યા નિયંત્રણ કાયદો, જાતિગત જનગણના અને બિહારની બહાર બાકી રાજ્યોમાં ચૂંટણીને લઈને બીજેપીથી અલગ સ્ટેન્ડ લીધું છે. ત્યાં સુધી કે 31 જુલાઈના દિલ્હીમાં થયેલી JDUની રાષ્ટ્રીય કાર્યસમિતીમાં આ મુદ્દાઓને જોડતા પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવ બિહારમાં નીતિશની સહયોગી બીજેપી માટે રાજકીય રીતે ચિંતા પેદા કરનારો છે.

તો JDU આ મુદ્દાઓ પર પોતાના વલણ પર જેમનું તેમ છે. 31 જુલાઈના દિલ્હીમાં JDU કાર્ય સમિતિની બેઠકના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે જાતિ આધારિત જનગણના તાત્કાલિક કરવી જોઇએ. આ ક્રમમાં JDU સરકાર પર દબાવ બનાવશે. કહેવામાં આવી રહ્યું છે કે જલદી સંસસદીય દળના નેતાઓનું એક દળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. JDU નેતા કે.સી. ત્યાગીએ કહ્યું કે, આ માટે પીએમ પાસે માંગી લેવામાં આવ્યો છે. બીજી તરફ કેન્દ્રની મોદી સરકાર જાતીય જનગણનાની સંભાવનાથી ઇનકાર કરી ચૂકી છે.

આ જ રીતે અતિ પછાતની ઓળખ માટે બનેલા જસ્ટિસ જી. રોહિણી આયોગના રિપોર્ટમાં મોડું થવા પર JDUએ નારાજગી દર્શાવી. આ આયોગને 6 મહિનાની અંદર પોતાની રિપોર્ટ આપવાની હતી, પરંતુ અત્યાર સુધી આને 10 વાર સર્વિસ એક્સટેન્શન એટલે કે સેવા વિસ્તરણ આપવામાં આવી ચૂક્યું છે. JDUએ માંગ કરી છે કે આયોગ રિપોર્ટ જલદીથી જલદી સોંપે અને તેને પ્રકાશિત કરે જેનાથી અતિ પછાત વર્ગને ફાયદો મળે.

JDUએ વસ્તી નિયંત્રણ કાયદાનો પણ વિરોધ કર્યો છે અને આનાથી જોડાયેલો પ્રસ્તાવ પણ પસાર કર્યો છે. જો કે પ્રસ્તાવ દરમિયાન એ પણ કહેવામાં આવ્યું છે કે જનસંખ્યા પર નિયંત્રણના ઉપાય હોવા જોઇએ, પરંતુ આ માટે જનજાગરણ અને પ્રોત્સાહનની જરૂરીયાત છે, ના કે કાયદો બનાવવાની. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોની બીજેપી સરકારો જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવવાની જાહેરાત કરી ચુકી છે, પરંતુ બિહારમાં બીજેપીની સાથે સરકાર ચલાવી રહેલી JDUએ બિલકુલ ઊંધી ચાલ ચાલી છે. આ ઉપરાંત JDUએ યુપીમાં બીજેપીથી સીટ વહેંચણીની માંગ કરી છે.

(12:52 pm IST)