Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ભાજપના એક મંત્રીએ વિવાદગ્રસ્ત નિવેદનમાં વધતી મોંઘવારી માટે નહેરૂને જવાબદાર ગણાવ્યા

૧પ ઓગસ્ટ -૧૯૪૭ના નહેરૂના ભાષણ પછી દેશની અર્થ વ્યવસ્થા બગડી હોવાનું જણાવ્યું : જો કે ભાજપના જ નેતાઓએ આવા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે

નવી દિલ્હી,: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રેપની ઘટનાઓ પર આપેલ વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હજૂ શાંત થયો નથી, ત્યાં વળી ભાજપના અન્ય એક મંત્રીએ ટિખળ કરી છે. ભાજપના નેતાઓ એક પછી એક ઉટપટાંગ નિવેદનો આપવામાં માહેર થઈ ગયા છે. હકીકતમાં જોઈએ તો, મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે એક પ્રેસ મીટમાં કહ્યુ હતું કે, 15 ઓગસ્ટ 1947ના રોજ જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણના કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી છે. સારંગના આ નિવેદન બાદ સો. મીડિયા પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ખુદ ભાજપના જ કેટલાય નેતાઓએ અને કાર્યકર્તાઓએ તેમનો ઉધડો લઈ લીધો હતો.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાને ભાજપના આ મંત્રીનો વીડિયો શેર કરતા પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલથી ટ્વિટ કર્યુ હતું કે, આપ લોકો જેવા મંદબુદ્ધિને ધરતી પર લાવવાની ભૂલ પણ નહેરુએ કરી હતી. કેવા કેવા મંદબુદ્ધિવાળા નેતાઓ રાજ કરી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય જયવર્ધન સિંહે કહ્યુ હતું કે, અંતે માન્યા તો નહીં જ ! મોંઘવારી માટે નહેરુ જવાબદાર. બિચારા મોદીજી શું કરી શકે, તેઓ દેશના પ્રધાનમંત્રી હોત તો કંઈક કરી શકત. નહેરુજી રાજીનામું આપો.

(12:37 pm IST)