Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ટોક્રયો ઓલિમ્પિકમાં ભારતના બોકસર સતીષકુમાર હાર્યા : કવાર્ટર ફાઇનલ મુકાબલામાં મેડલ મેળવવા માટે છેટુ રહી ગયું

સતીષકુમાર છેલ્લા રાઉન્ડમાં ૦પ થી હારી ગયા છે

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકમાં શનિવારનો દિવસ ભારતીય દળ માટે ઠીક ઠાક રહ્યો. એક તરફ ભારતીય મહિલા હૉકી ટીમ અને ડિસ્ક થ્રોઅર કમલપ્રીત કૌરની જીત ખુશીનુ કારણ બન્યા. તો બીજી તરફ વર્લ્ડ નંબર વન બોકસર અમિત પંઘાલ અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની હારના કારણે ફેન્સની ગોલ્ડ મેડલની આશા તૂટી ગઇ. આજે ભારત વધારે રમતોમાં ભાગ લેવા નહીં ઉતરે

સતીશ કુમાર છેલ્લા રાઉન્ડમાં 0:5થી હારી ગયા અને મેડલની રેસમાંથી બહાર થઇ ગયા છે.સતીશ કુમાર ક્યારે પણ જીતવાની સ્થિતિમાં ન દેખાયા ટૉપ સીડ સામે ઇજાગ્રસ્ત સતીશકુમારે હાર ન માની અને કોશિશ કરતા રહ્યા. પરંતુ આ તેમને જીત અપવવા માટે પૂરતુ નહોતુ

(1:43 pm IST)