Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

ગુજરાત ભાજપના નવા પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે બિહારના રત્નાકરજી : ભીખુભાઈને નવી મહત્વની જવાબદારી સોંપાશે ?

બિહારના સહ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી. ઉત્તરપ્રદેશ, બિહાર અને પ. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સંગઠનાત્મક રીતે તેમની વિશેષ ભૂમિકા રહી છે.

મૂળ તેઓ ઉત્તરપ્રદેશના દેવરિયાના છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ પ્રચારક રહી ચૂક્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ જવાબદારી વહન કરી હોવાનું શ્રી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવ્યું છે.

(11:28 am IST)