Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

"અમેરિકાનો નેતા કેવો હોય ,જો બિડન જેવો હોય " : ભારતમાં ચૂંટણી સમયે બોલતા સ્લોગનોની નકલ અમેરિકામાં ધૂમ મચાવી રહી છે : ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને સ્થાનિક ભારતીયો માટે 14 ભાષામાં પ્રચાર શરૂ કર્યો

વોશિંગટન : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર વેગ પકડતો જાય છે.

પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવારે ભારતમાં ચૂંટણી સમયે બોલતા સૂત્રોની નકલ કરી નવા સૂત્રો તૈયાર કર્યા છે.જેમકે "અમેરિકાનો નેતા કેવો હોય ,જો બિડન જેવો હોય ".
ખાસ કરીને સ્થાનિક ભારતીયોને આકર્ષવા માટે તેણે ભારતની જુદી જુદી ભાષાઓ જેવી કે  ,હિન્દી ,પંજાબી ,તમિલ ,સહીત 14 જુદી જુદી ભાષામાં પ્રચાર શરૂ કરી દીધો છે.

આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નરેન્દ્ર મોદીએ અબકી બાર ટ્રમ્પ સરકાર સૂત્ર આપ્યું  હતું.તેમ હવે ભારતની ચૂંટણીના સૂત્રોનો ઉપયોગ જો બિડનના પ્રચારમાં  ધૂમ મચાવી રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 am IST)