Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ક્રિપ્‍ટો ખેલાડીઓ માટે જૂન ત્રિમાસિકમાં માનસ ખરડાયેલુ જોવા મળ્‍યુ : ક્રિપ્‍ટોમાં કડાકાને કારણે રોકાણકારોની સંપતિનું ૪૦ અબજ ડોલરનુ ધોવાણ થયુ !

છેલ્‍લા એક દાયકાથી પણ વર્તમાન વર્ષનો જૂન ત્રિમાસિક ગાળો ભાવમાં ઘટાડાની દ્રષ્ટિએ સૌથી ખરાબ સમય પૂરવાર થયો : મંદીની બજારમાં ખેલાડીઓને જોરદાર માર પડી

મુંબઈ તા.૦૧ : છેલ્‍લા એક દાયકામાં ક્‍યારેય ન થયુ હોય તેમ વર્તમાન વર્ષનાં જૂન ત્રિમાસિક ગાળો ભાવની દ્રષ્ટિએ અત્‍યારસુધીનો સૌથી ખરાબ સમય પૂરવાર થયો છે. વિશ્વની વિવિધ બેન્‍કો દ્વારા ક્રિપ્‍ટોનાં રોકાણકારોનું જૂન ત્રિમાસિકમાં માનસ ખરડાયેલુ રહયુ હતુ. જેને કારણે ટેરા ક્રિપ્‍ટોમાં કડાકાને પગલે રોકાણકારોની સંપતિનુ કુલ ૪૦ અબજ ડોલરથી વધુનુ ધોવાણ થયુ છે. તેમજ બિટકોઈન છેલ્‍લા ૨૪ કલાકામાં જ ૪.૪૦ ટકા ઘટી ૧૯,૦૨૭ ડોલરે પહોંચ્‍યુ છે.

વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા નાણાં નીતિમાં સખતાઈ તથા એક જાણીતી ક્રિપ્ટોના રકાસને કારણે ક્રિપ્ટો ખેલાડીઓનું જુન ત્રિમાસિકમાં માનસ ખરડાયેલું જોવા મળ્યું હતું

ટેરા ક્રિપ્ટોમાં કડાકાને પગલે રોકાણકારોની સંપતિનું ૪૦ અબજ ડોલર ધોવાઈ ગયો હતો ૨૦૧૧ના ત્રીજા ત્રિમાસિક બાદ વર્તમાન વર્ષના જુન ત્રિમાસિકમાં બિટકોઈનમાં ૫૬ ટકાનું ધોવાણ થયું છે.

છેલ્લા એક દાયકામાં બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીઝમાં ભારે ચડાવઊતાર જોવા મળ્યા છે. ક્રિપ્ટોની માર્કેટ વેલ્યુમાં જોરદાર ઉછાળાને પરિણામે તેનો વ્યાપક સ્તરે સ્વીકાર થયો છે. નીચા વ્યાજ દરોને કારણે ક્રિપ્ટોના વેપારમાં જોખમ પણ લેવાતા હોય છે .

જો કે હાલની મંદીની બજારમાં રોકાણકારોને જોરદાર માર પડયો છે. ક્રિપ્ટો કરન્સીઝને વિશ્વની અનેક કેન્દ્રીય બેન્કો નાણાંકીય સ્થિરતા સામે જોખમ તરીકે પણ જુવે છે . દરમિયાન બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં ૪.૪૦ ટકા ઘટી ૧૯૦૨૭ ડોલર, એથરમ ૮.૪૦ ટકા ઘટી ૧૦૧૨ ડોલર, સોલાના ૮.૭૦ ટકા ઘટી ૩૧.૩૭ ડોલર, અવલાન્ચ ૯.૧૬ ટકા ઘટી ૧૬ ડોલર બોલાતો હતો.

(10:29 pm IST)