Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

તાનાશાહ કિંમ જોંગનું વિચિત્ર નિવેદન : એલિયન્સે કોરિયાની સરહદ નજીકથી ફુગ્ગામાં વાયરસ ફેંક્યો

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દાવો કર્યો છે કે દેશમાં પહેલો કોવિડ કેસ એલિયન્સના કારણે ફેલાયો

નવી દિલ્હી : વિચિત્ર નિવેદનો લઈને ચર્ચામાં રહેલ કિમ જોંગ ઉને વધુ એક નવી વાત કહી છે. ઉત્તર કોરિયાના તાનાશાહનું નવું નિવેદન ફરી એકવાર ચર્ચામાં છે. શુક્રવારે તેમણે વધતા કોરોના કેસ પાછળ એવો તર્ક કર્યો કે લોકો મૂંઝવણમાં પડી ગયા કે આ નિવેદન પર હસવું કે ગંભિરતા લેવી.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દાવો કર્યો છે કે દેશમાં પહેલો કોવિડ કેસ એલિયન્સના કારણે ફેલાયો હતો. ઉત્તર કોરિયાએ પોતાના દાવામાં કહ્યું છે કે એલિયન્સે દક્ષિણ કોરિયાની સરહદ નજીકથી ફુગ્ગામાં વાયરસ ફેંક્યો હતો. જેના કારણે તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો. સરકારે ત્યારબાદ તેના લોકોને પવન અને અન્ય આબોહવાની ઘટનાઓ અને સીમાંકન રેખા અને સરહદની નજીકના વિસ્તારોમાં ફુગ્ગાઓમાંથી આવતા વિદેશી વસ્તુઓ પ્રત્યે સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો.

તેમના જણાવ્યા મુજબ, એક 18 વર્ષીય સૈનિક અને 5 વર્ષીય કિન્ડરગાર્ટનર, જેઓ એપ્રિલની શરૂઆતમાં કુમગાંગની પૂર્વીય કાઉન્ટીમાં બેરેક અને રહેણાંક ક્વાર્ટર્સની આસપાસ અજાણી સામગ્રીના સંપર્કમાં આવ્યા હતા. જે પછી બંનેમાં કોરોનાના લક્ષણો દેખાયા ત્યારબાદ કોરોનાના પ્રથમ કેસની પુષ્ટિ થઈ. જે બાદ આખો દેશ કોવિડની ઝપેટમાં આવી ગયો. મહત્વની વાત એ છે કે કિમ જોંગનું કહેવું છે કે ફુગ્ગાઓમાં વાયરસ ભરીને એલિયન્સે દક્ષિણ કોરિયાની સરહદ નજીકથી તેમના દેશમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે

(8:51 pm IST)