Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

55 વર્ષની વયે ત્રણ મહિનાની નોટિસ આપીને કર્મચારીઓને નિવૃત્ત કરવાનો નગરપાલિકાને અધિકાર છે : પાટણ નગરપાલિકાના કર્મચારીને 60 વર્ષની ઉંમર સુધી નોકરીમાં ચાલુ રાખવાના અધિકાર વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

અમદાવાદ : પાટણ નગરપાલિકાના એક કર્મચારીને 55 વર્ષની વયે ત્રણ મહિનાની નોટિસ આપી નિવૃત્ત કરી દેવામાં આવ્યો હતો.આથી તેણે લેબર કોર્ટ સમક્ષ ઔદ્યોગિક વિવાદ ઊભો કર્યો હતો .જ્યારે તે 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રહેવાનો હકદાર હતો. લેબર કોર્ટે અરજીને મંજૂરી આપી હતી અને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો.

પાટણ નગરપાલિકાના કર્મચારી વિષે લેબર કોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી. જે અંતર્ગત ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ અને તેના હેઠળ બનેલા નિયમો હેઠળ, મ્યુનિસિપલ કર્મચારીઓને 55 વર્ષની ઉંમરે ત્રણ મહિનાની નોટિસ આપ્યા પછી કોઈપણ સમયે નિવૃત્ત કરી શકાય છે.

જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, “નિયમો બનાવવાની કલમ 271 હેઠળ સત્તાનો ઉપયોગ કરવો તે નગરપાલિકાની સત્તાની અંદર છે. નિયમ 5 ની જોગવાઈ સૂચવે છે કે નગરપાલિકા દ્વારા ત્રણ મહિનાની નોટિસ આપીને કર્મચારીને છૂટો કરી શકાય છે.

પગારની ચૂકવણી માટે પ્રતિવાદી દ્વારા કરાયેલી વધારાની દલીલ બેંચ દ્વારા એ આધાર પર ફગાવી દેવામાં આવી હતી કે નગરપાલિકા દ્વારા નિયમ 5 મુજબ ત્રણ મહિનાની નોટિસ આપવામાં આવી હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:49 pm IST)