Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સરકારનાં એક નિર્ણયને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં મોટો કાડાકો સરકાર દ્વારા વિ ન્ડફોલ ટેકસ લાદવાની જાહેરાત કરાતા રિલાયાન્સ ઇન્ડટ્રીઝ ખાડે ગઈ !

રિલાયન્સ ઇન્ડટ્રીઝનાં શેરમાં ૯ ટકાનો કડાકો નોંધાયો સરકારનાં નિ ર્ણયથી ચેન્નઈ પેટ્રોલિ યમનો સ્ટોક ૧૩ ટકા ઘટીને ૨૭૨.૭૦ રૃપિ યા થયો

નવી દિલ્લી તા.૦૧  સામાન્ય રીતે હમ્મેસા ગ્રીન ઝોનમાં જોવા મળતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સરાકારે દેશની ઓઈલ રિફાઈનિગ અને માર્કેટિગ કંપનીઓ પર નિ કાસમાંથી મળતા જંગી લાભને ધ્યાનમાં રાખીને વિ ન્ડફોલ ટેકસ લાદવામાં આવ્યો છે. જેને કારણે રિ લાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરમાં ૯ ટકાનો ઘટાડો થયો છે. તેમજ ચેન્નઈ પેટ્રોલિ યમનો સ્ટોક પણ ૧૩ ટકા અને મેંગલોર રિ ફાઈનરીનાં શેરમાં લગભગ ૧૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પડી કારણ કે તે કંપની પેટ્રોલ, ડીઝલ અને એર ફ્યુઅલની મોટી નિકાસકારોમાંની એક છે. તે ક્રૂડ ઓઈલનું પણ ઉત્પાદન કરે છે. સરકારના આ નિર્ણય બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 9 ટકાનો ઘટાડો થયો છે. ગુરુવારે શેર રૂ. 2595 પર બંધ થયો હતો. પરંતુ શુક્રવારે શેર રૂ.225 ઘટીને રૂ.2370ના સ્તરે આવી ગયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડીમાં પણ જબરદસ્ત ઘટાડો થયો છે. જોકે, નીચલા સ્તરેથી રિલાયન્સના શેરમાં રિકવરી જોવા મળી હતી અને હાલમાં શેર 6 ટકાના ઘટાડા સાથે રૂ.2440 પર ટ્રેડ કરી રહ્યો છે. સરકારના આ નિર્ણયને કારણે ચેન્નાઈ પેટ્રોલિયમનો સ્ટોક 13 ટકા ઘટીને 272.70 રૂપિયા થઈ ગયો છે. તો મેંગલોર રિફાઈનરીના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વાસ્તવમાં રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દેશની સરકાર અને ખાસ કરીને ખાનગી ઓઈલ રિફાઈનરી કંપનીઓ રશિયાથી સસ્તામાં ક્રૂડ ઓઈલ આયાત કરીને તેને રિફાઈન કર્યા બાદ વિદેશમાં પેટ્રોલ, ડીઝલ અને એર ઈંધણ ઊંચા ભાવે વેચી રહી છે. જેના કારણે તેઓ ભારે નફો કમાઈ રહ્યા છે. વિદેશમાં વધુ પેટ્રોલ અને ડીઝલ વેચવાને કારણે દેશના ઘણા રાજ્યોમાં ઈંધણની કટોકટી સર્જાઈ છે. તે જ સમયે, આ કંપનીઓને સ્થાનિક કાચા તેલની નિકાસ પર પણ ફાયદો થઈ રહ્યો છે. જેના કારણે સરકારે આ કંપનીઓ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો છે.

(8:46 pm IST)