Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ક્રૂડ, ડિઝલ, એટીએફએફ ટેક્સની દર ૧૫ દિવસે સમીક્ષા કરાશે

નાણાંમંત્રી નિર્મલા સિતારણની જાહેરાત : નિકાસને રીતે રોકવા માંગતા નથી પણ સ્થાનિક બજારમાં પણ વિવિધ ચીજોની ઉપલબ્ધી વધવી જોઈએ : નાણાંમંત્રી

નવી દિલ્હી, તા.૧ : આંતરરાષ્ટ્રીય ભાવના આધારે ક્રુડ ઓઈલ, એટીએફએફ (વિમાનનું ઇંધણ) અને ડિઝલ ઉપર લાદવામાં આવેલા નવા ટેક્સની દર પખવાડિયે સમીક્ષા કરવાની જાહેરાત દેશના નાણામંત્રી નિર્મલા સીતારામને કરી હતી.

ક્રુડના ભાવ વૈશ્વિક સ્તરે બેલગામ બની વધી રહ્યા છે ત્યારે અત્યારે અસાધારણ સમયગાળો છે. અમે નિકાસને કોઇપણ રીતે રોકવા માંગતા નથી પણ સ્થાનિક બજારમાં પણ વિવિધ ચીજોની ઉપલબ્ધી વધવી જોઈએ, એમ નાણામંત્રીએ જણાવ્યું હતું.

ક્રુડ ઓઈલ ઉપલબ્ધ નથી અને જંગી નફા સાથે તેની નિકાસ થઇ રહી છે તો તેનો એક હિસ્સો સ્થાનિક નાગરીકો માટે પણ હોવો જ જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

આજે સવારે કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડિઝલ અને એટીએફએફ ઉપર નિકાસ માટે ટેક્સ લાદયો હતો ત્યારે બ્રિટન જેવા દેશો સાથે જોડાઈ ક્રુડ ઓઈલના ઉત્પાદનથી જંગી નફો રળતી કંપનીઓ ઉપર સ્થાનિક ક્રુડ ઉત્પાદનમાં ટેક્સ લાદયો હતો. સરકારે પેટ્રોલ અને એટીએફહ્લ ઉપર પ્રતિ લીટર રૃ.૬ અને ડિઝલ ઉપર પ્રતિ લીટર રૃ.૧૩ નો ટેક્સ લાદયો હતો. આ ટેક્સ માત્ર નિકાસ ઉપર જ લાદવામાં આવશે તેથી સ્થાનિક બજારમાં ભાવ ઉપર કોઈ ફેરફાર થશે નહી. આ ઉપરાંત, દેશના ક્રુડ ઉપ્તાદન ઉપર પ્રતિ ટન રૃ.૨૩,૨૫૦નો ટેક્સ લાદવામાં આવ્યો છે.

કેન્દ્રના મહેસુલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે નિકાસ ઉપર લાદવામાં આવેલા ટેક્સની અસર સ્પેશીયલ ઇકોનોમિક ઝોન (સેઝ) એકમોમાં આવેલી ક્રુડ રીફાઈનરી ઉપર પણ થશે.

 

(8:38 pm IST)