Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ચાર મુખ્યમંત્રીએ પદ છોડ્યા બાદ જુનિયર પદ સ્વિકારવું પડ્યું છે

રાજકીય ઊથલપાથલમાં ફડણવીસે ઊતરતો હોદ્દો મળ્યો :શંકરરાવ ચવ્હાણ, શિવાજીરાવ પાટિલ નિલાંગકર, નારાયણ રાણે, અશોક ચવ્હાણે જુનિયર પદ સ્વિકાર્યું હતું

મુંબઈ, તા.૧ : મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેના સીએમ બનવાનુ એલાન કરતા સમયે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં સામેલ થવાના મૂડમાં નહોતા. પરંતુ તેમની ચોંકાવનારી જાહેરાતના બે કલાકની અંદર જ સ્પષ્ટ થઈ ગયુ કે તેઓ ડેપ્યુટી સીએમ બનવા તૈયાર છે. ફડણવીસ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હવે શિંદેનુ સીએમ બનવુ કદાચ તેમને ગમ્યુ નહીં હોય. પરંતુ આ પહેલીવાર નથી, જ્યારે મહારાષ્ટ્રમાં કોઈ પૂર્વ મુખ્યમંત્રીને જુનિયર પદ લેવુ પડ્યુ હોય. ફડણવીસના પહેલા ૪ નેતા એવા રહી ચૂક્યા છે, જેમને મુખ્યમંત્રીની ખુરશી પરથી ઉતર્યા બાદ કોઈ અન્યની સરકારમાં મંત્રી પદથી સંતુષ્ટ થવુ પડ્યુ.

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ગુરૃવાર સાંજે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેની સાથે પ્રેસ કોન્ફરન્સ કરી તો સૌને એ આશા હતી કે ફડણવીસ સીએમ બનશે અને શિંદે તેમના ડેપ્યુટી. પરંતુ ફડણવીસે સીએમ પદ માટે શિંદેનુ નામ આગળ કર્યુ, સાથે જ એ પણ કહ્યુ કે તેઓ પોતે સરકારમાં સામેલ થશે નહીં. આ જાહેરાત દરેક ચોંકી ગયા. પરંતુ આની થોડી વાર બાદ જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ એક બાદ

એક બે ટ્વીટ કરીને કહ્યુ કે ફડણવીસ મોટુ મન રાખીને સરકારમાં સામેલ થવા જઈ રહ્યા છે અને ડેપ્યુટી સીએમ બનવા રાજી થઈ ગયા છે. ફડણવીસના સરકારથી અલગ રહેવાના એલાન બાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પોતે આગળ આવીને ફડણવીસને ડેપ્યુટી સીએમ બનવા માટે મનાવવામાં આવ્યા એવુ મીડિયા રિપોર્ટ જણાવે છે.

દેવેન્દ્ર ફડણવીસ ૨૦૧૪થી લઈને ૨૦૧૯ સુધી સમગ્ર ૫ વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા. ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી બાદ જ્યારે શિવસેનાનુ ભાજપ

સાથેનુ ગઠબંધન તૂટી ગયુ, તો ફડણવીસે અજીત પવારના નેતૃત્વવાળા એનસીપી ધારાસભ્યોના જૂથનુ સમર્થન બતાવીને મુખ્યમંત્રી પદના શપથ લીધા પરંતુ એ વધારે ટક્યુ નહીં. પર્યાપ્ત સંખ્યા બળ એકઠુ ન થવાના કારણે ત્રણ દિવસની અંદર જ તેમણે રાજીનામુ આપવુ પડ્યુ હતુ. હવે એકનાથ શિંદે સરકારમાં તેઓ ડેપ્યુટી સીએમની જવાબદારી નિભાવશે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા પણ ચાર પૂર્વ મુખ્યમંત્રી એવા રહ્યા, જેમને બાદમાં જુનિયર પદ પર જવાબદારી નિભાવી. ૧૯૭૫માં કોંગ્રેસના નેતા શંકરરાવ ચવ્હાણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.વસંત દાદા પાટિલ દ્વારા તેમની જગ્યા લીધા પહેલા તેઓ બે વર્ષ આ પદ પર રહ્યા હતા. ૧૯૭૮માં પાટીલ કેબિનેટના મંત્રી શરદ પવારે સરકાર પાડી દીધી અને પોતે મુખ્યમંત્રી બની ગયા. પવારની અધ્યક્ષતામાં બનેલી પ્રગતિશીલ લોકતાંત્રિત મોર્ચાની આ સરકારમાં શંકરરાવ ચવ્હાણ નાણામંત્રી બન્યા. ૧૯૮૫માં શિવાજીરાવ પાટિલ નિલાંગકર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. તેઓ જૂન ૧૯૮૫થી લઈને માર્ચ ૧૯૮૬ સુધી સીએમની ખુરશી પર બેસ્યા. અમુક વર્ષ બાદ જ્યારે સુશીલ કુમાર શિંદેની સરકાર બની તો શિવાજીરાવ પાટિલને તેમાં રેવન્યુ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. ૧૯૯૯માં નારાયણ રાણે શિવસેનામાં રહ્યા દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તેમનો કાર્યકાળ જોકે એક વર્ષથી પણ ઓછો રહ્યો. બાદમાં તેમણે શિવસેના છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો. બાદમાં તેઓ વિલાસરાવ દેશમુખની સરકારમાં મહારાષ્ટ્રના રેવન્યુ મિનિસ્ટર બન્યા. કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ ૨૦૦૮ અને ૨૦૧૦ની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પર રહ્યા. બાદમાં ૨૦૧૯માં જ્યારે ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનતી મહાવિકાસ અઘાડી સરકાર સત્તામાં આવી તો ચવ્હાણને પીડબ્લ્યુડી મિનિસ્ટર બનાવાયા.

(8:31 pm IST)