Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

સાત જણા બેસી શકે તેવી ડેટસન ગો પ્‍લસ કાર 7 લાખમાં ખરીદી શકાશેઃ 19 કિ.મી. પ્રતિ લીટર સુધીનું માઇલેજ

રેનો ટ્રાઇબર તથા મારૂતિ સુઝુકી ઇકોમાં પણ 7 સીટીંગ તથા મેન્‍યુઅલ ટ્રાન્‍સમિશન ઓપ્‍શન ઉપલબ્‍ધ

મુંબઇઃ સામાન્‍ય રીતે પાંચ સીટીંગ સુધીની કાર વધારે વેચાય છે પરંતુ મોટા પરિવાર માટે 7 જણા બેસી શકે તેવી ડેટસન ગો પ્‍લસ તથા રેનો ટ્રાઇબર અને મારૂતિ સુઝુકી ઇકોમાં આ સુવિધા ઉપલબ્‍ધ છે. જેની કિંમત 7 લાખની આસપાસ છે. જેમાં મેન્‍યુઅલ ટ્રાન્‍સમિશનની સુવિધા હોય છે. એન્‍જીનની કામના મુજબ માઇલેજ હોય છે.

મોટા પરિવાર માટે એવી કારની જરૂર પડે છે, જેમાં સીટિંગ કેપેસિટી વધારે હોય. સામાન્ય રીતે 5 સીટર કાર વધારે વેચાય છે, પરંતુ જો તમારો પરિવાર મોટો છે અને એક જ કારમાં મુસાફરી કરવા ઇચ્છો છો. તો આ માટે તમારે 7 સીટર કાર ખરીદવાની જરૂર પડે છે. પરંતુ તે વિચારવાની વાત છે કે 5 સીટર કારની સરખામણીએ મોટાભાગે 7 સીટર કાર મોંઘી હોય છે. જો કે, એવામાં જો તમે કોઈ સસ્તી 7 સીટર કાર ખરીદવા માંગો છો. તો આજે અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યા છીએ.

ડેટસન ગો+

ડેટસન ગો+ ની કિંમત 4.26 લાખથી શરૂ થાય છે અને મોડલના આધારે લગભગ 7 લાખ સુધીમાં મળે છે. આ 7 વેરિયન્ટમાં આવે છે. આ 7 સીટર કાર છે. તેમાં 1198 cc નું પેટ્રોલ એન્જિન મળે છે. કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક (સીવીટી) બંને ટ્રાન્સમિશન ઓપ્શન મળે છે. જો માઈલેજની વાત કરીએ તો આ કાર 18.57 થી 19.02 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપી શકે છે.

રેનો ટ્રાઈબર

રેનો ટ્રાઈબરની શરૂઆતી કિંમત 5.88 લાખ રૂપિયા છે અને મોડલના આધારે 8.44 લાખ સુધી મળે છે. રેનો ટ્રાઈબર કુલ 10 વેરિયન્ટમાં આવે છે. આ તમામ 7 સીટર કાર છે અને પેટ્રોલ એન્જિન સાથે આવે છે. તેમાં 999 cc નું એન્જિન છે, જે 18.29 થી 19 કિમી પ્રતિ લિટર સુધીની માઈલેજ આપે છે. કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિક (એએમટી) બંને ટ્રાન્સમિશન ઓપ્શન મળે છે.

મારુતિ સુઝુકી ઇકો

મારુતિ સુઝુકી ઇકોની શરૂઆતી કિંમત 4.63 લાખ રૂપિયા છે અને મોડલ પ્રમાણે આ કિંમત 7.63 લાખ સુધી પહોંચે છે. આ કુલ 5 વેરિયન્ટમાં આવે છે. તેમાં 5 સીટર અને 7 સીટર બંને ઓપ્શન મળે છે. તેમાં 1196 cc નું પેટ્રોલ એન્જિન છે. તેનું સીએનજી વર્ઝન પણ મળે છે. તેમાં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળે છે. આ કાર 16.11 થી 20.88 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે.

(5:39 pm IST)