Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ભગવાન જગન્‍નાથજી નગરચર્યાએ, ભકતોના ઘોડાપૂર

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા લોકોની સુખાકારી માટે પ્રાર્થના સાથે સોનાની સાવરણીથી રથ સાફ કરવામાં આવ્‍યો અદ્દભૂત સુરક્ષાચક્ર : અમદાવાદમાં હેલિકોપ્‍ટર દ્વારા સુરક્ષા સાથે રથયાત્રા પર ફૂલોનો વરસાદઃ ૧ હજાર ખલાસીઓ દ્વારા રથ ચલાવાય રહ્યા છે, અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતીઃ ભગવાનના મામાને ઘેર ભગવાન અને ભકતો સાથે રક્ષકોનો પ્રથમ મુકામ સાથે ભાવતા ભોજનીયા પ્રસાદ સાથે સરસપુર ખાતે અનોખો માહોલ : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્‍તવ, અજયકુમાર ચોધરી, મયંકસિંહ ચાવડા, ગૌતમ પરમાર, પ્રેમવીરસિંહ અને આઈપીએસ રાજેન્‍દ્ર અસારી દ્વારા સતત મોનીટરીંગ

રાજકોટ, તા.૧:   મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓ સાથે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવારણીથી  રથ સાફ કર્યા બાદ અર્થાત્‌ પહિંદ વિધિ બાદ લોખંડી પોલિસ બંદોબસ્‍ત ભગવાન જગન્‍નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે ભકતોને દર્શન દેવા આજે અષાઢી બીજનાં પાવન પ્રસંગે નગર ચર્યાંએ નીકળ્‍યા ત્‍યારે ભકિતના ઘોડા પુર ઉમટયા હતા.                                            

ભગવાન જગન્‍નાથજીની ૧૪૫મો રથયાત્રા કોરોના મહામારી ને કારણે ભકતો સાથે પ્રથમવાર નીકળી હોવાથી સમગ્ર ભકતો દર્શનની ઝલક માટે આતુર બન્‍યા હતા. કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા મંગળા આરતી કર્યા બાદ શણગારેલ ગજ રાજો, ભકતીના સુરો રેલાવતી ભજન મંડળીઓ, સાંસ્‍કળતિક દર્શન સાથે ગુજરાત પોલીસની સિદ્ધિ દર્શાવતા ટેબ્‍લો પણ નજરે ચઢી રહ્યા છે, ભગવાન ભકતો અને પોલીસ રક્ષકો સાથે જયાં પ્રથમ વિરામ કરવાના છે તેવા સરસપુર અર્થાત્‌ ભગવાનના મામાને ઘેર ભકતો માટે ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા માટે તમામ વ્‍યવસ્‍થા છે, રથ યાત્રા અહી વિરામ લેશે.                                         

 મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા પ્રજા સુખની કામના સાથે  પરોઢ પહેલા મંદિરે પહોચેલ ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા કોમી ભાઈચારાવાળી આ રથયાત્રામાં ૨૫ હજાર પોલીસના બંદોબસ્‍ત સાથેની આ રથયાત્રા માટે સહુ પ્રથમ વખત ડિજિટલ સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું જણાવેલ. રથયાત્રા માટે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ ઓર્ડરના વડા નરસિહમા કોમાર દ્વારા માર્ગ દર્શન મળેલ. સીસીટીવી, ડ્રોન,  હેલિકોપ્‍ટર,  ફેસ રેકોગનાઇઝ મશીન પણ રાખવામાં આવ્‍યા છે.                   

ભગવાનની આંખો પર બંધાયેલ પાટા ખોલાયા બાદ જે ભોગ ધરાવેલ તે મગ પ્રસાદ ભાવિકો ગ્રહણ કરવા આતુર બન્‍યા  હતા.

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનો  ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્‍ટ  રિપોર્ટ નેગેટિવ આવ્‍યો છે. આમ પણ તેઓને કોરોના ના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્‍વસ્‍થ હતા જ ભગવાન જગન્‍નાથજીની રથયાત્રામાં  દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્‍યમંત્રી શ્રી  ભગવાન ના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્‍ન કરીને રથયાત્રાને પ્રસ્‍થાન કરાવતા હોય છે.આ પરંપરાને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આજે ૧૪૫મી રથયાત્રામાં   મુખ્‍યમંત્રી તરીકે પ્રથમ વાર  આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્‍થાન કરાવીને જાળવી રાખી છે.

મુખ્‍યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્‍નાથ મંદિર પહોંચ્‍યા હતા અને  ભગવાન જગન્‍નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્‍ય રથને  નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્‍થાન કરાવવા મંદિર પરિસરમાંથી  ભક્‍તિભાવ પૂર્વક બહાર લાવવામા  સહભાગી થયા હતા.

મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે  સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્‍છાઓ પાઠવતા ક્‍હ્યું કે જગન્‍નાથજી સૌ પર કળપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્‍ય સુખાકારી,સમળદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે. આ અવસરે  મહંતશ્રી દિલિપદાસજી, ગળહરાજ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્‍યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્‍યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્‍ય પદાધિકારીઓ - શ્રદ્ધાળુ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

અમદાવાદની રથયાત્રા શુભ શુકનઅમી છાંટણા થયા, ભાવિકો ભાવવિભોર

ભાવિકોની લાગણી અને માંગણી જગન્‍નાથજી દ્વારા વર્ષા રૂપે તુરંત પૂર્ણ

 રાજકોટ, તા.૧:    અમદાવાદની અભૂતપૂર્વ રથયાત્રાનો પ્રારંભ થાય બાદ ભગવાન જગન્‍નાથજી યાત્રાના રૂટ પર અર્થાત્‌ રથ યાત્રા પર અષાઢી બીજનાં દિવસે અમી છાટણા થતાં ભાવિકો ભાવ વિભોર બની ગયા છે, બીજા શબ્‍દોમાં અષાઢી બીજના પવિત્ર દિવસે આ રીતે શુકન સાચવતા જગતના તાતમા પણ ખુશાલીનો માહોલ પ્રગટયો છે.                       

મુખ્‍ય મંત્રી દ્વારા પહિનદ વિધિ બાદ લોકોની સુખાકારી માટે માંગણી કરવા સાથે ભાવિક ભક્‍તો દ્વારા પર ભગવાન જગન્‍નાથજી પાસે સારા વરસાદની જે વિનવણી કરી હતી તે વિનવણી ભગવાન જગન્‍નાથજી દ્વારા નગર ચર્યા સમયે જ પૂર્ણ કરવામાં આવી છે.

(11:18 am IST)