Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે બમ્‍પર DA વધારા પર મહોર!

મે મહિનાના AICPI ઇન્‍ડેક્‍સના ડેટા બાદ એ સ્‍પષ્‍ટ થઇ ગયું છે કે કેન્‍દ્રીય કર્મચારીઓના DAમાં બમ્‍પર વધારો થવા જઇ રહ્યો છે : જો કે જૂનનો આંકડો હજુ આવવાનો બાકી છે, જો તે ૧૩૦ કે તેથી વધુ રહે તો ડીએમાં ૬ ટકાનો વધારો નિヘતિ છે

નવી દિલ્‍હી તા. ૧ : જો તમે અથવા તમારા ઘરનો કોઈ સભ્‍ય કેન્‍દ્ર સરકારના કર્મચારી છો, તો આ સમાચાર તમને ખુશ કરી દે તેવા છે. જી હાં, કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્‍યા છે. જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્‍થામાં બમ્‍પર વધારો થવા જઈ રહ્યો છે. મે મહિનાના AICPI ઇન્‍ડેક્‍સના ડેટા પરથી સ્‍પષ્ટ છે કે આ વખતનો DA વધારો તમારું દિલ જીતી લેશે.

ફેબ્રુઆરી પછી ઝડપથી વિકસતા AICPI ઇન્‍ડેક્‍સના ડેટા પરથી એવી ધારણા છે કે જુલાઈમાં DAમાં વધારો ઓછામાં ઓછો ૬ ટકા રહેશે. એપ્રિલ પછી મે મહિનાના AICPI ઇન્‍ડેક્‍સની સંખ્‍યામાં મોટો ઉછાળો આવ્‍યો છે. આ વખતે તેમાં ૧.૩ પોઈન્‍ટનો વધારો થયો છે અને તે વધીને ૧૨૯ પોઈન્‍ટ થઈ ગયો છે. હવે માત્ર જૂનનો આંકડો આવવાનો બાકી છે. જો AICPI જૂનમાં ઇન્‍ડેક્‍સના સ્‍તરે પહોંચે છે, તો DAમાં ૬ ટકાનો ઉછાળો આવવાનો છે.

જાન્‍યુઆરી ૨૦૨૨માં AICPI ઇન્‍ડેક્‍સનો આંકડો ૧૨૫.૧ હતો, જે ફેબ્રુઆરીમાં ઘટીને ૧૨૫ પર આવ્‍યો હતો. ફેબ્રુઆરીના આંકડા આવ્‍યા બાદ કેન્‍દ્રીય કર્મચારીઓ ચોંકી ગયા હતા. આ આંકડો તેમના ડીએમાં વધારો કરશે તેવી અપેક્ષા ન હતી. પરંતુ તે પછી આ આંકડો ઝડપથી વધ્‍યો અને હવે મે મહિનામાં તેના ૧૨૯ પોઈન્‍ટ પર પહોંચવાની સાથે જ ડીએમાં વધારો કરવાનો રસ્‍તો સાફ થઈ ગયો છે.

અગાઉ, ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં ૧ પોઈન્‍ટના વધારા સાથે તે ૧૨૬ પોઈન્‍ટ પર પહોંચી ગયો હતો. આ પછી, તે એપ્રિલમાં ૧.૭ પોઇન્‍ટ વધ્‍યો અને તે વધીને ૧૨૭.૭ થયો. એ જ રીતે, હવે મે મહિનામાં તેમાં ફરી વધારો થયો છે અને આંકડો ૧.૩ પોઈન્‍ટ વધીને ૧૨૯ થયો છે. હવે જૂનમાં તે ૧૩૦નો આંકડો પાર કરે તેવી ધારણા છે. આવી સ્‍થિતિમાં ૬ ટકા ડીએ વધવાની ખાતરી છે.

ડીએમાં ૬ ટકાના વધારા સાથે તે વધીને ૪૦ ટકા થશે. હાલમાં સરકાર દ્વારા કેન્‍દ્રીય કર્મચારીઓને ૩૪ ટકા મોંઘવારી ભથ્‍થું આપવામાં આવી રહ્યું છે. ડીએ ૪૦ ટકા હોવાથી, પગારમાં નોંધપાત્ર ઉછાળો આવશે. ચાલો જોઈએ કે ૬ ટકા ડીએ સાથે લઘુત્તમ અને મહત્તમ મૂળભૂત પગારમાં કેટલો વધારો થશે?

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્‍થું માત્ર AICPI ઇન્‍ડેક્‍સના આધારે અંદાજવામાં આવે છે. ઓલ ઈન્‍ડિયા કન્‍ઝ્‍યુમર પ્રાઈસ ઈન્‍ડેક્‍સ (AICPI)ના આંકડા શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્‍યા છે. આ સૂચકાંક ૮૮ કેન્‍દ્રો અને સમગ્ર દેશ માટે તૈયાર કરવામાં આવ્‍યો છે. AICPI દર મહિનાના છેલ્લા કામકાજના દિવસે બહાર પાડવામાં આવે છે. તાજેતરનો ડેટા ૩૦ જૂને જાહેર કરવામાં આવ્‍યો છે.

(10:03 am IST)