Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડર થયો સસ્‍તો : કિંમતમાં ૧૯૮ રૂપિયા સુધીનો ઘટાડો

ડોમેસ્‍ટિક સિલિન્‍ડર પર કોઇ રાહત નહીં : દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમત ૨૦૨૧ રૂપિયા થઇ ગઇ છે તેની કિંમત પહેલા ૨૨૧૯ રૂપિયા હતી

નવી દિલ્‍હી તા. ૧ મોંઘવારીના ઉંચા સ્‍તર વચ્‍ચે લોકોને જુલાઈના પ્રથમ દિવસે જ સારા સમાચાર મળ્‍યા છે. સરકારી તેલ કંપનીઓએ એલપીજીના કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આજથી કોમર્શિયલ સિલિન્‍ડરના ભાવમાં ૧૯૮ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. આ નિર્ણય બાદ રાજધાની દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમત ૨૦૨૧ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તેમની કિંમત ૨૨૧૯ રૂપિયા હતી.

કિંમતોમાં ફેરફાર બાદ દિલ્‍હીમાં ઈન્‍ડેનનું કોમર્શિયલ સિલિન્‍ડર ૧૯૮ રૂપિયા સસ્‍તું થઈ ગયું છે. જો કે, અન્‍ય મોટા શહેરોમાં લોકોને તુલનાત્‍મક રીતે ઓછી રાહત મળી છે. કોલકાતામાં આ સિલિન્‍ડરની કિંમતમાં ૧૮૨ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. તેવી જ રીતે, મુંબઈમાં કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં હવે ૧૯૦.૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈમાં તેની કિંમતોમાં ૧૮૭ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. જોકે, ઘરેલુ સિલિન્‍ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. ઘરેલુ સિલિન્‍ડરની કિંમતમાં છેલ્લે ૧૯ મેના રોજ ફેરફાર કરવામાં આવ્‍યો હતો.

અગાઉ ગયા મહિને કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં ૧૩૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો. તે જ સમયે, મે મહિનામાં, ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્‍યો હતો. સૌથી પહેલા ૦૭ મેના રોજ ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો હતો. આ પછી, ૧૯ મેના રોજ પણ તેમની કિંમતમાં વધારો કરવામાં આવ્‍યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તાજેતરમાં નરમાઈ બાદ સામાન્‍ય લોકો ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા હતા.(૨૧.૭)

ઘરેલુ સિલિન્‍ડરનો દર

દિલ્‍હી  ૧૦૦૩

મુંબઈ  ૧૦૦૩

કોલકાતા       ૧૦૨૯

ચેન્નાઈ  ૧૦૧૯

લખનૌ  ૧૦૪૧

જયપુર ૧૦૦૭

પટના  ૧૦૯૩

ઇન્‍દોર  ૧૦૩૧

અમદાવાદ     ૧૦૧૦

પુણે    ૧૦૦૬

ગોરખપુર       ૧૦૧૨

ભોપાલઃ ૧૦૦૯

આગ્રાઃ ૧૦૧૬

રાંચીઃ ૧૦૬૧

(10:07 am IST)