Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

બાયજૂસ ગૃપ દ્વારા એક સપ્તાહમાં ૧૧૦૦ કર્મચારીઓની છટણી કરાઈ : કંપનીએ કોસ્ટ કટીંગ હેઠળ આટલી મોટી સંખ્યામાં લોકોને છુટા કર્યાનુ કર્મચારીઓનુ કહેવુ

કંપની દ્વારા જે કર્મચારી રાજીનામા દઈ દેશે તેઓને એક મહિ નાનો પગાર અપાશે અન્યોને નહી ! : અગાઉ પણ કંપની લીવ પોલિ સીને કારણે બની હતી ચર્ચાનુ કેન્દ્ર

નવી દિ લ્લી તા.૩૦ : એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂસ ગૃપનાં યુનિ ટ ટોપરે એક જ સપ્તાહમાં ૧૧૦૦ કર્મચારીઓની છટણી કરી છે. જેને લઈ કર્મચારીઓનુ કહેવુ છે કે, કંપનીએ કોસ્ટ કટીંગ હેઠળ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. જો કે કંપની દ્વારા કર્મચારીઓને રજીનામુ આપી પોતાનો એક મહિ નાનો પગાર લઈ જવા કહયુ અને જે કર્મચારી રાજીનામુ નહિ  આપે તેને નોટીસ વગર કંપનીમાંથી છૂટા કરાશે ધમકી પણ અપાઈ છે.

જે કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમને કંપની તરફથી સોમવારે કોલ કરવામાં આવ્યો હતો અને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. રાજીનામું આપવામાં નહીં આવે તો નોટિસ વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. કંપનીના એક કર્મચારીએ જણાવ્યું કે, હું રસાયણ શાસ્ત્ર વિષય ભણાવું છે. મારી આખી ટીમની છટણી કરી દેવામાં આવી છે.
ટોપર કંપનીએ જણાવ્યું છે કે, જે કર્મચારીઓ રાજીનામું આપશે તેમને એક મહિનાનો પગાર આપવામાં આવશે. જે કર્મચારી રાજીનામું નહીં આપે તેમને પગાર આપવામાં નહીં આવે. ટોપરના કો ફાઉન્ડર જીશાન હયાતને આ અંગે વ્હોટ્સએપ પર સવાલ કરવામાં આવ્યા અને જાણકારી માગવામાં આવી. તેમના તરફથી કોઈ પ્રકારનો જવાબ આપવામા આવ્યો નથી. બાયજૂસે જુલાઈ 2021માં ટોપરની 15 કરોડ ડોલરમાં ખરીદી કરી હતી.

ઉલલેખનીય છે કે અગાઉ પણ આ કંપની પોતાની લીવ પોલિસી ને લઈને ચર્ચાનું કેન્દ્ર બની હતી. કંપનીની નવી ચાઈલ્ડ કેયર લીવ અનુસાર જે બાળકોને 12 વર્ષ સુધીના હોય તેઓ વર્ષમાં 7 રજાઓ લઈ શકે છે. કર્મચારીઓ તેમને ગમે તે રીતે આ રજાઓ લઈ શકે છે. આ પોલિસી હેઠળ કર્મચારીઓ અડધા દિવસની પણ રજા લઈ શકે છે. બેલેન્સ વર્ક કલ્ચર બનાવવાને લઈને બાયજૂએ તમામ મહિલા કર્મચારીઓને 'પીરિયડ લીવ' (Period Leaves) આપવાની જોગવાઈ કરી છે.

(12:06 am IST)