Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

પહેલવાનોનું સમર્થન નહીં કરનારા ખેલાડીઓની વિરુદ્ધ દેખાવો શરૂ: સચિનના બંગલાની બહાર પોસ્ટર લગાવ્યું

પહેલવાનોનું સમર્થન ન કરવા પર નારાજગી: મુંબઈ પોલીસ એક્શનમાં આવી અને પોસ્ટરોને હટાવી દીધા

બૃજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ મોરચો ખોલનાર પહેલવાનોના પક્ષમાં દેશના વિપક્ષ અને કેહદુંત નેતા રાકેશ ટિકૈત આવ્યા છે ,લોકોમાં કુસ્તીબાજો પ્રત્યે સંવેદના જાગી છે  આ દરમિયાન પહેલવાનોનું સમર્થન નહીં કરનારા ખેલાડીઓની વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા છે. યુથ કોંગ્રેસે બુધવારે સચિન તેંદુલકરના બંગલાની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં પહેલવાનોનું સમર્થન ન કરવા પર નારાજગી જાહેર કરવામાં આવી. પોસ્ટર લગાવતાની સાથે જ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ અને પોસ્ટરોને હટાવી દીધા હતા .

(12:19 am IST)