Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ટેલીકોમ અને પ્રસારણ ક્ષેત્રને મુલ્યવાન બનાવવા શું કરવુ? : સુચનો મોકલવા ટ્રાઇનું આહવાન

રાજકોટ તા. ૧ : ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાય) ન્યુ દિલ્હી દ્વારા ઓનલાઇન નવી વિચારધારાને પ્રોત્સાહન આપવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સેમીનર યોજવામાં આવેલ. 'સંશોધન અને વિકાસની ગતિને પ્રોત્સાહન' વિષય પરના આ સેમીનારને ટ્રાયના ચેરમેન ડો. ડી. પી. વાઘેલાએ સંબોધ્યો હતો. ઉપરાંત સેક્રેટરી એસ.કે. ગુપ્તાએ પણ સંબોધન કરેલ. પ્રસાર ભારતી, સીડોટ, ટીએસડીએડઆઇ, આઇઆઇટી કાનપુર, આઇટીઆઇ મદ્રાસ, આઇઆઇટી દિલ્હી અને ટેલીકોમ સર્વીસ, પ્રસારણ અને કેબલના પ્રતિનિધિઓ આ સેમીનારમાં જોડાયા હતા. સાથો સાથ ટેલીકોમ અને પ્રસારણ ક્ષેત્રે મુલ્યવાન સુચનો આમ લોકો પાસેથી પણ માંગવામાં આવ્યા છે. આવા સુચનો તા. ૧૫ માર્ચ પહેલા સંજીવ બંસલ, એડવાઇઝર, ટ્રાય ન્યુ દિલ્હીને ફોન ૦૧૧ ૨૩૨૧૦૯૯૦ તેમજ trai-rnd@tri.gov.in ઉપર મોકલી આપવા જણાવાયુ છે.

(2:50 pm IST)