Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુની તિરૂપતિ એરપોર્ટ પરથી અટકાયત : ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા ચિત્તૂર જિલ્લામાં જઇ રહ્યા હતા : ચૂંટણીઓ ઉપર થતી અસર તેમજ કોરોના ચેપ ફેલાતો અટકાવવાનો હેતુ હોવાનું પોલીસનું કથન : ધરપકડના વિરોધમાં એરપોર્ટના ફ્લોર ઉપર અડ્ડો જમાવી બેસી ગયા

તિરુપત્તિ : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી  એન ચંદ્રાબાબુ  નાયડુની  તિરૂપતિ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી  છે. પ્રાથમિક  માહિતી અનુસાર, નાયડુ ચૂંટણી પ્રચારમાં ભાગ લેવા ચિત્તૂર જિલ્લામાં  જવા રવાના થઇ રહ્યા હતા. તિરૂપતિ એરપોર્ટ પહોંચતાની સાથે જ તેને રેનીગુંતા પોલીસે અટકાયતમાં લઇ લીધા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે નાયડુની અટકાયત કરી ત્યારે ધરપકડના વિરોધમાં  તેઓ એરપોર્ટના ફ્લોર  ઉપર અડ્ડો જમાવી બેસી ગયા હતા. પોલીસે કહ્યું કે જો તેઓ નાયડુને જવા દેશે તો તેની અસર નાગરિક ચૂંટણીઓ પર પડી શકે છે. તેથી, ત્યાં પહોંચતા પહેલા તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા છે.

નાયડુને રોક્યા પછી, પોલીસે એવો દાવો પણ કર્યો છે કે ચૂંટણી પ્રચાર પણ કોરોના ચેપનું જોખમ વધારે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે નાયડુને કસ્ટડીમાં લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાયડુએ અટકાયતમાં લેવામાં આવેલા પોલીસકર્મીઓને કહ્યું હતું કે તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે અને વિપક્ષના અગ્રણી નેતા પણ છે. લોકશાહી વિરુદ્ધ લેવામાં આવતા પગલાઓનો વિરોધ કરવાનો તેમનો અધિકાર છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)