Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

આજથી રાંધણગેસના બાટલાના ભાવમાં ઘટાડો

બજેટ પહેલા સરકારે આપી આમ આદમીને રાહત

નવી દિલ્‍હી તા.૧ : બજેટ પહેલા મોદી સરકારે આમ આદમીને મોટી રાહત આપતા સબસીડી વગરના રાંધણગેસના સીલીન્‍ડરના ભાવમાં આજથી ઘટાડો જાહેર કર્યો છે. દિલ્‍હી સહિત તમામ શહેરોના લોકોને હવે સબસીડી વગરનો બાટલો ખરીદવામાં ૪ થી પ રૂ.ની બચત થશે. દિલ્‍હીમાં સબસીડી વગરનો બાટલો ૭૩૬ રૂ.માં મળશે. અગાઉ ૭૪૧ રૂ.નો બાટલો મળતો હતો.

મુંબઇમાં સબસીડી વગરના એલપીજી સીલીન્‍ડર માટે હવે ૭૦૮ રૂ. આપવા પડશે. જયારે અગાઉ ૭૧૩ રૂ. આપવા પડતા હતા. કોલકતામાં તેનો ભાવ ૭૬૧ રૂ.થી ઘટાડીને ૭પ૭ કરી દેવામાં આવેલ છે. જયારે ચેન્‍નાઇમાં સબસીડી વગરનો બાટલો હવે ૭પ૦.પ૦ને બદલે ૭૪૬ રૂ.માં મળશે.

સબસીડીવાળા એલપીજી સીલીન્‍ડરના ભાવમાં નહીવત ફેરફાર કરાયો છે. કોઇ શહેરમાં મામુલી વધારો કે ઘટાડો કરવામાં આવ્‍યો છે. જો કે ૧૯ કિલોવાળા કોમર્શીયલ બાટલાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. દિલ્‍હીમાં તેનો ભાવ ૧૩૧૦ રૂ.થી ઘટાડીને ૧૩૦પ.પ૦ રૂ., કોલકતામાં ૧૩૪૭થી ઘટાડીને ૧૩૪૪.પ૦ પૈસા, મુંબઇમાં ૧ર૬૧.પ૦થી ઘટાડીને ૧રપ૭ રૂ. અને ચેન્‍નાઇ ૧૩૮૯થી ઘટાડીને ૧૩૮૪.પ૦ રૂ. કરી દેવામાં આવેલ છે.

 

(12:51 pm IST)