દેશ-વિદેશ
News of Thursday, 18th January 2018

નાઇજીરિયામાં અમેરિકન, કેનેડિયન નાગરિકના અપહરણથી ચકચાર

નવી દિલ્હી: નાઈજિરીયાના ઉત્તરમાં આવેલ કંદુના રાજ્યમાં અપહરણકારોએ બે પોલીસ કર્મીની હત્યા કરી તેમજ એક અમેરિકી અને એક કેનેડિયન નાગરિકનું અપહરણ કરી લીધું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અજ્ઞાત બંદૂકધારીઓએ કંદુના શહેરની રાજધાની અજૂબાના રસ્તામાંથી અમેરિકી અને કેનેડિયન નાગરિક પર હુમલો કર્યો હતો અને વિદેશી નાગરિકોની રક્ષા કરી રહેલ બે પોલીસ કર્મીઓ પર ગોળીબારી કરીને તેમની હત્યા કરી દીધી છે.

(7:36 pm IST)