દેશ-વિદેશ
News of Saturday, 31st October 2020

ચીનના ઔધોગિક ક્ષેત્રે સતત આઠમા મહિને વૃદ્ધિ દર વધેલો જોવા મળ્યો

નવી દિલ્હી: સમગ્ર દુનિયાને કોરોના વાયરસની જીવલેણ મહામારીના ખપ્પરમાં ધકેલી દેનાર ચીન હવે તેમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યુ છે અને વૃદ્ધિના પંથે આગળ પણ વધી રહ્યુ છે. ચીનના ઔદ્યોગિક ક્ષેત્રે સતત આઠમાં મહિને વૃદ્ધિ જોવા મળી રહી છે. ચીનનો ઓક્ટોબર મહિનાનો પર્ચેજિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) ગ્રોથ 51.4ના સ્તરે નોંધાયો છે. જે સતત આઠમાં મહિને પોઝિટિવ ગ્રોથ દર્શાવે છે અલબત વૃદ્ધિ દર ધીમો પડ્યો છે કારણ કે સપ્ટેમ્બરમાં PMI ગ્રોથ 51.5ના સ્તરે હતો. આમ તો 50ના લેવલની ઉપરનો PMI ગ્રોથ એ વિસ્તરણના સંકેત આપે છે જ્યારે તેની નીચેનો PMI એ સંકોચન દર્શાવે છે.

         ચીનમાં કોરોના વાયરસની મહામારી ચરમસીમા પર હતી ત્યારે ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ક્ષેત્રને વૃદ્ધિદર એટલે કે PMI ગ્રોથ ધબકીને 35.7ના સ્તરે આવી ગયો હતો જો કે ત્યારબાદ તેમાં સતત રિકવરી જોવા જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે, દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા ચીનને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4.9 ટકાનો વિકાસ કર્યો છે જે સળંગ બીજા ત્રિમાસિકગાળામાં વૃદ્ધિ દર્શાવે છે.

(3:45 pm IST)