દેશ-વિદેશ
News of Saturday, 30th December 2017

ચીને બનાવ્યો દુનિયાનો પહેલો સોલાર હાઇવે

ભવિષ્યમાં આ રોડની મદદથી ઇલેકિટ્રક વેહિકલ્સને પણ ચાર્જ કરી શકાશે

બીજીંગ તા.૩૦ : આર્કિટેકચર ક્ષેત્રે કમાલ કર્યા બાદ ચીને વધુ એક કારનામુ કરી બતાવ્યું છે. હવે ચીને દુનિયાનો પહેલો સોલાર હાઈવે બનાવ્યો છે. એક કિમી લાંબો આ હાઈવે વિજ ઉત્પાદન કરશે અને આ સાથે જ શિયાળામાં પડાતા બરફને પીગળાવવા મદદરુપ બનશે. આ સાથે ભવિષ્યમાં આ રોડની મદદથી ઇલેકિટ્રક વેહિકલ્સને પણ ચાર્જ કરી શકાશે. પૂર્વ ચીનના શેનડોન્ગ રાજયની રાજધાની જિનાનમાં બનાવવામાં આવેલ આ રોડને ટેસ્ટ સેકશન ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યો છે.

ચીની મીડિયાના રિપોર્ટ મુજબ આ હાઇવે બનાવવામાં ટ્રાન્સલ્યુશન કોન્ક્રિટ, સિલિકોન પેનલ્સ અને ઇંસ્યુલેશનના લેયર્સ છે.

શિયાળામાં રોડ પર જામેલ બરફને પીગળાવવા માટે સ્નો મેલ્ટિંગ સિસ્ટમ અને સોલાર સ્ટ્રીટને પણ ઇલેકટ્રીસિટી આપશે. તો ચીની એન્જિનિયર્સની યોજના છે કે ભવિષ્યમાં આ હાઇવે દ્વારા ઉત્પન્ન વિજળીથી વાહનોને પણ ચાર્જ કરવામાં આવે.

આ હાઈવે દ્વારા એક વર્ષમાં ૧ કરોડ કિલોવોટ વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. આ એક કિલોકમીટરના હાઈવે એ કુલ ૬૩,૨૯ સ્કવેર ફીટનો વિસ્તાર કવર કર્યો છે.

ચીનની ટોંગજી યુનિવર્સિટીના ટ્રાન્સપોર્ટ એન્જિનિયરિંગ એકસપર્ટ ઝૈંગ હોંગચાઓએ કહ્યું કે, 'આ હાઇવે સામાન્ય હાઈવે કરતા ૧૦ ગણુ વધુ પ્રેશન સહન કરી શકે છે. જોકે આ રોડને બનાવવા પાછળ એક સ્કવેર મીટરનો ખર્ચ ૩૦ હજાર રુપિયા છે.'

સોલાર હાઈવે બનાવવા માટે ફ્રાંસ અને હોલેન્ડ જેવા દેશ પણ કામ કરી રહ્યા છે. ફ્રાંસના એક ગામમાં સોલાર પેનલ રોડ બનાવાયો છે. જયારે નેધરલેન્ડ ૨૦૧૪જ્રાક્નત્ન બાઇકસ માટે આવો એક રોડ તૈયાર કર્યો હતો.

રોડ નીચે સોલાર પેનલ લગાવવાથી સોલાર ફાર્મ માટેની જમીનની બચત થાય છે. તો જયાં વિજળી પહોંચાડી શકાતી નથી ત્યાં પણ આવી પેનલના રોડ દ્વારા વિજળીની સમસ્યા દૂર કરી શકાય છે.(૨૩.૯)

(3:43 pm IST)