News of Friday, 30th October 2020
મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ બનાવ્યો અનોખો માસ્ક
નવી દિલ્હી: મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)ના સંશોધકોએ એક અનોખો માસ્ક બનાવ્યો છે. એ માસ્ક કોરોના વાયરસને બાળીને ખતમ કરી નાખશે. માસ્કમાં જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ પ્રમાણે તેની જાળીમાં વાયરસ પ્રવેશ કરશે કે તરત જ હિટથી તેનો નાશ થઈ જશે.
એમઆઈટીના સંશોધકોએ કોરોના વાયરસથી બચાવે તેવો માસ્ક તૈયાર કર્યો છે. એ માસ્ક માત્ર હવામાં રહેલા કોરોના વાયરસને નાક-મોં વાટે પ્રવેશતો અટકાવશે જ નહીં, પરંતુ તેને ખતમ કરી નાખશે. એ માસ્કના સંપર્કમાં વાયરસ આવશે કે તેને હિટ લાગશે અને વાયરસ બળીને ખાક થઈ જશે.
(6:15 pm IST)