દેશ-વિદેશ
News of Thursday, 30th June 2022

પાકિસ્તાનમાં અનાજ કટોકટીની સાથે કાગળની પણ અછત સર્જાઈ હોવાની માહિતી

નવી દિલ્હી: ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં હવે વધુ એક મોટું સંકટ સામે આવ્યું છે. પાકિસ્તાનમાં આ દિવસોમાં કાગળની ભારે અછત છે. સ્થિતિ એ છે કે અહીંના પેપર સંગઠનોનું કહેવું છે કે આ સંકટના કારણે વિદ્યાર્થીઓને ઓગસ્ટથી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં પુસ્તકો મળી શકશે નહીં. આ આશંકા વચ્ચે પાકિસ્તાનના શિક્ષણ વિભાગમાં હલચલ મચી ગઈ છે. વાસ્તવમાં, આ સમયે પાકિસ્તાનમાં કાગળની ભારે અછત છે. દેશના પેપર એસોસિએશને કહ્યું છે કે દેશમાં પેપર સંકટને કારણે ઓગસ્ટથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પુસ્તકો ઉપલબ્ધ થશે નહીં. અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં પ્રિન્ટિંગ અને પેકેજિંગ સાથે સંકળાયેલી લગભગ 18000 કંપનીઓ છે. પરંતુ હવે આ કંપનીઓ અને તેમના સપ્લાય ચેઈન મેનેજમેન્ટ સરકારની ખોટી નીતિઓનો ભોગ બની રહ્યા છે. બીજી તરફ આ સંકટની અસર શિક્ષણ ક્ષેત્ર પર પડશે. પાકિસ્તાનના પબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ એસોસિએશનએ એમ પણ કહ્યું હતું કે સિંધ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના સ્કૂલ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષ માટે નવા પાઠ્યપુસ્તકો છાપી શકશે નહીં અને લાખો વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ ઉપરાંત પાઠ્યપુસ્તકો ન મળવાથી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અસર થશે.

(6:31 pm IST)