દેશ-વિદેશ
News of Tuesday, 30th January 2018

દારૂ અને ખાવાનું લેવા જેલ તોડી કેદી ભાગ્યો અને લઇને પાછો જેલમાં પણ આવી ગયો

ન્યુર્યોક તા.૩૦: અમેરિકાના કોલોરાડોની જેફરસન કાઉન્ટીની જેલમાંથી ૨૬ વર્ષનો જોશુઆ હેન્ન નામના યુવકને ડ્રગ્સની હેરાફેરીના મામલે ૨૮ મહિનાની કેદ થઇ છે. જોકે ઘણા વખતથી જેલમાં રહીને તેની દારૂ પીવાની અને ઘર જવું ખાવાનું ખાવાની તલપ વધતી જતી હતી. ૨૫ જાન્યુઆરીની મોડી સાંજે જોશુઆ જેલ તોડીને ભાગી ગયો હતો. પોલીસને એ વાતની ખબર પડી ત્યાં સુધીમાં તો તે જેલથી ઘણો દૂર નીકળી ગયો હતો. લગભગ એક દિવસ તે જેલની બહાર રહ્યો હતો અને પછી પોતાની મેળે જ જેલની બહારના પરિસરમાંથી પકડાયો હતો. જેફરસન કાઉન્ટી પોલીસનું કહેવું છે કે જ્યારે તે મળ્યો ત્યારે તેની પાસે ત્રણ બ્રેન્ડી અને એક વ્હિસ્કીની બોટલ, ખૂબબધું ખાવાનું તેમ જ મોટું પેકેટ ભરીને તમાકુ હતું. જોશુઆનું કહેવું હતું કે તે દારૂ અને ખાવાનું લેવા જ જેલ તોડીને ભાગ્યો હતો અને એ લઇને તે પોતે જેલમાં હાજર થવા આવ્યો હતો. તેની આ વાતમાં કેટલો દમ છે એ બાબતે પોલીસ તેની આકરી પૂછતાછ કરી રહી છે.

(4:16 pm IST)