દેશ-વિદેશ
News of Monday, 29th November 2021

અફઘાનિસ્તાન પર આવ્યું ગંભીર માનવીય સંકટ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના એક અત્યંત ખાડાટેકરા ધરાવતા હાઈ-વે પર જતા મોહમ્મદ રસૂલ જાણે છે કે, તેમની નવ વર્ષીય પુત્રી પાસે સમય નથી. તે બે સપ્તાહથી ન્યુમોનિયાનો સામનો કરી રહી છે. શહેરમાં બેંકો બંધ હોવાથી તેમની પાસે દવા ખરીદવા પૈસા નથી. એટલે તે પૈસા ભેગા કરીને ટેક્સીમાં અફઘાનિસ્તાનના શહેર મજાર-એ-શરીફ જઈ રહ્યા છે. ત્યાં પહોંચતા જ એક બેંક નજીક બહાર થયેલી ભીડમાં સામેલ થાય છે. આ દરમિયાન એક બેંક કર્મી ભીડને કહે છે કે, ‘ઘરે જાઓ. કેશ ખતમ થઈ ગઈ છે.’ રસૂલે કહ્યું કે, ‘મારા ખાતામાં પૈસા છે. હવે હું શું કરીશ?’તાલિબાન શાસનના ત્રીજા જ મહિને અફઘાનિસ્તાનનું અર્થતંત્ર ધરાશાયી થઈ ગયું છે. આ દેશ સૌથી બદતર માનવીય સંકટની ચપેટમાં છે. પહેલાની સરકારને મદદમાં મળતા અબજો રૂપિયાની વિદેશી સહાય હવે બંધ છે. સરકારની બેંકોમાં પડેલી રોકડ ફ્રીઝ છે. આર્થિક પ્રતિબંધોથી નવી સરકાર વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાંથી બહાર છે. અફઘાનિસ્તાનમાં રોકડની અછતથી બેંકો લાચાર છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવ આસમાને છે. ભૂખમરાનું સંકટ છે. આ મહિને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી હતી કે, દેશમાં વર્ષના અંત સુધી 32 લાખ બાળકો કુપોષણનો શિકાર થવાની આશંકા છે. શિયાળો આવતા જ દસ લાખ બાળકોના મોત થઈ શકે છે.

(5:42 pm IST)