દેશ-વિદેશ
News of Saturday, 29th January 2022

આ તો ગઝબ કહેવાય.....દક્ષિણ અમેરિકાની એક જનજાતિ લોકોના અંતિમ સંસ્કાર પછી રાખનું સૂપ બનાવીને પીવે છે.....

નવી દિલ્હી:  વિશ્વના વિવિધ દેશોમાં લોકો જુદી જુદી પરંપરાઓનું પાલન કરે છે. ઘણા દેશોમાં વિચિત્ર પરંપરાઓ છે, જેના વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. અંતિમ સંસ્કાર કરવાની રીત વિશ્વના દેશોમાં અલગ અલગ રીતે હોય છે. આવી રીત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. દક્ષિણ અમેરિકામાં એક જનજાતિ છે, જે વ્યક્તિના અંતિમ સંસ્કાર પછી રાખનો સૂપ બનાવીને પીવે છે.

આ જાતિનું નામ યાનોમામી. આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ અહીંની જનજાતિના લોકો માટે સામાન્ય છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જાતિના લોકો તેમના પરિવારના મૃત લોકોનું માંસ પણ ખાય છે. આવો જાણીએ શા માટે આ જાતિના લોકો આવી પરંપરાઓનું પાલન કરે છે. આ જનજાતિ સાથે જોડાયેલી પરંપરાઓ અને તેનાથી સંબંધિત કયા નિયમો છે, જેનું આ લોકો પાલન કરે છે. યાનોમાની જાતિ દક્ષિણ અમેરિકામાં રહે છે. વિશ્વમાં લોકો આ જાતિને યાનમ અથવા સેનમા તરીકે પણ ઓળખે છે. દક્ષિણ અમેરિકા સિવાય આ જાતિ વેનેઝુએલા અને બ્રાઝિલના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ આદિવાસી જનજાતિની સભ્યતા પશ્ચિમી સંસ્કૃતિથી સાવ અલગ છે. આ જાતિના લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરે છે.

 

(8:05 pm IST)