દેશ-વિદેશ
News of Saturday, 29th January 2022

અમેરિકાનું સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ એફ-35વિમાન સાઉથ ચાઈના સીમા તૂટી પડ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાનુ સૌથી અત્યાધુનિક ફાઈટર જેટ ગણાતુ એફ-35 વિમાન સાઉથ ચાઈના સીમાં તુટી પડ્યુ છે.જોકે હવે અમેરિકા તેનો કાટમાળ એકત્ર કરવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યુ છે. અમેરિકાને ચિંતા છે કે, આ વિમાનના હિસ્સા ચીનના હાથમાં ના પડે.કારણકે એફ-35ની ટેકનોલોજી ચીનના હાથમાં ના જતી રહે તેવો ડર અમેરિકાને છે. અમેરિકાનુ આ વિમાન 10 કરોડ ડોલરનુ છે અને તેના તુટી પડેલા હિસ્સાને દરિયામાંથી પાછુ મેળવવા માટે અમેરિકાએ ઓપરેશન શરુ કર્યુ છે.

ચીની મીડિયાએ એફ-35 ક્રેશ થવાની ઘટના અંગે કહ્યુ છે કે, અમેરિકન સેનાની કમજોરી તેના કારણે છતી થઈ છે.તે પોતાના સૈનિકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના ભોગે ચીન સામે ઉભા કરી રહ્યુ છે.

એવુ કહેવાય છે કે, તુટી પડેલા વિમાનના અવશેષો ચીન કોઈ પણ સંજોગોમાં મેળવવા માંગે છે અને સાથે સાથે વિમાનનુ બ્લેક બોક્સ પણ પોતાના હાથમાં આવે તેવુ ઈચ્છી રહ્યુ છે.કારણકે ચીનને પણ એફ-35ની ટેકનોલોજી જાણવામાં રસ છે.આ અત્યાધુનિક વિમાન સ્ટેલ્થ ટેકનોલોજી અને તમામ પ્રકારના મોર્ડન હથિયારો તથા સિસ્ટમથી સજ્જ છે.

 

(8:04 pm IST)