દેશ-વિદેશ
News of Friday, 27th November 2020

બ્રિટિશ સરકારની અનોખી જાહેરાત:લોકડાઉન પૂર્ણ થયા બાદ મુખ્ય શહેરોમાં ટીયર 3 સિસ્ટમ લાગુ રહેશે

નવી દિલ્હી: બ્રિટિશ સરકારે ગુરુવારે જાહેરાત કરી છે કે, ડિસેમ્બરમાં લોકડાઉન પૂર્મ થયાં બાદ દેશના કેટલાંક મુખ્ય શહેરોમાં ટિયર 3 સિસ્ટમ લાગૂ થશે. ક્રિસમસનો તહેવાર નજીક છે ત્યારે અહીં તહેવારો દરમિયાન પણ લોકોએ સરકારના સખ્ત નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

          બ્રિટનની સરકારે બર્મિંઘમ, કેંટ, ગ્રેટર માન્ચેસ્ટર, ન્યૂઝકાસ્ટને સખ્ત 3 ટીયર સિસ્ટમ પર રાખવામાં આવ્યું છે. જેનો અર્થ એ છે કે લંડનમાં પરિવારની બહારના સભ્યો, સગા-સંબંધીઓને મળવાની મંજુરી નહી હોય. ટીયર-3 લોકડાઉનથી લાખો લોકોને વધારે પ્રતિબંધોનો સામનો કરવો પડશે. બ્રિટન સરકારના સ્વાસ્થ્ય સચિવ મેંટ હેનકોકે સંસદમાં જણાવ્યું કે, હું સમજુ છું કે આ ઉપાયોની અસર થશે અને તે આવશ્યક છે.

(6:26 pm IST)