દેશ-વિદેશ
News of Friday, 27th November 2020

દેશમાં વધી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ ભારતમાં કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટસની અવરજવર પર પ્રતિબંઘ ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. જો કે આ દરમ્યાન વંદે ભારત મિશનની અંતર્ગત ચાલતી ખાસ ફલાઇટસ ચાલુ રહેશે. આની પહેલાં ડીજીસીએએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર ૩૦મી નવેમ્બર સુધી પ્રતિબંધ વધારવાનો આદેશ આપ્યો હતો. શેડ્યુલ કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટસ પર ૭મી વખત પ્રતિબંધ લંબાવી દેવાયો છે.

            દેશમાં કોરોના મહામારીનું સંકટ હજી પણ ચાલુ છે. આ વર્ષે ૨૩ માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

(6:27 pm IST)