દેશ-વિદેશ
News of Friday, 27th November 2020

જાપાન સહીત કમ્બોડિયાની લેબમાં ફ્રીઝરમાં ચામાચીડિયામાં કોરોના વાયરસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: ચીનમાંથી પેદા થયેલા કોરોના વાઈરસે આખી દુનિયાને ભરડો લીધો છે અને તેની બીજી-ત્રીજી લ્હેરે પણ તરખાટ મચાવ્યો છે ત્યારે ચામાચીડીયામાંથી આવેલો કોરોના વાઈરસ ચીન સિવાય હવે જાપાન અને કમ્બોડીયાની લેબોરેટરીમાં ફ્રિઝરમાં રાખવામાં આવેલા ચામાચીડીયામાં પણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. એક સંશોધન જર્નલ નેચરમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ કમ્બોડીયા અને જાપાનમાં લેબ ફ્રીઝરમાં રાખવામાં આવેલા ચામાચીડીયામાં સંશોધકોને સાર્સ-કોવ-2 વાઈરસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વાઈરસ કોરોનાના સંક્રમણ માટે જવાબદાર માનવામાં આવે છે. કમ્બોડીયામાં વાઈરસ એક ફ્રીઝરમાં રાખવામાં આવેલા ચામાચીડીયામાં મળ્યા જેમને વર્ષ 2010માં દેશમાં ઉતરમાંથી પકડવામાં આવેલા, દરમિયાન જાપાનમાં એક ટયીમને ચામાચીડીયાના જામેલા મળમાંથી પણ કોરોના વાઈરસ મળ્યા હતા. આ પહેલી ઘટના છે કે ચીનની બહાર ચામાચીડીયામાંથી કોરોના વાઈરસ મળ્યા હોય. કોરોના વાઈરસ ચામાચીડીયાથી સીધા લોકો સુધી પહોંચ્યા કે કોઈ વચ્ચેના માધ્યમથી લોકો સુધી પહોંચ્યો તેને લઈને હજુ જાણકારી બહાર નથી આવી.

 

(6:24 pm IST)