દેશ-વિદેશ
News of Friday, 27th November 2020

જાપાનની ૩૫ વર્ષની મહિલાના વાળની લંબાઇ ૫.૭૫ ફુટ : ૧૫ વર્ષથી કપાવ્યા નથી

ટોકીયો,તા. ૨૭: જપાનની રાજધાની ટોકયોની રહેવાસી મહિલા રીન કામ્બેએ ૧૫ વર્ષથી વાળ કપાવ્યા નથી. ૩૫ વર્ષની રીન કામ્બેના વાળ લગભગ પોણાછ ફૂટ લાંબા છે. આ વિશેષતાને કારણે રીન કામ્બેની સરખામણી જર્મનીની પરીકથાના લાંબા વાળ ધરાવતા પાત્ર રાપુન્ઝેલ સાથે કરવામાં આવે છે.

રીન કામ્બે નાની હતી ત્યારે તેને વાળ વધારવા દેવાતા નહોતા એટલે જેવી તે પુખ્ત વયની થઈ અને પોતાના નિર્ણયો પોતે લેવાની સ્વતંત્રતા મળી ત્યારથી તેણે વાળ વધારવાની અદમ્ય ઇચ્છા પૂરી કરી. તેણે દોઢ દાયકાથી વાળ કપાવ્યા નથી. આજે રીનના વાળ પાંચ ફૂટ દસ ઇંચ લાંબા છે. જપાનની ડાન્સર અને મોડલ કામ્બેબહેન ના વાળ તેની હાઇટ પાંચ ફૂટ છ ઇંચ કરતાં ચાર ઇંચ વધારે છે.

(10:34 am IST)