દેશ-વિદેશ
News of Tuesday, 27th October 2020

ઉત્તર સીરિયાના ઈદલીબ પ્રાંતમાં રશિયાના હવાઈ હુમલામાં 50થી વધુ તુર્કી લડાકુઓ મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તર સીરિયાના ઇદલિબ પ્રાંતમાં રશિયાના હવાઈ હુમલામાં 50થી વધુ તુર્કી સમર્થિત લડાકુઓ મોતને ભેટ્યા છે.હુમલામાં અને લડાકુઓ ઘાયલ થયા છે. હવાઈ હુમલા પછી વિસ્તારમાં હિંસા વધી ગઈ છે.ફાયલાક-અલ-શામ નામના એક સંગઠનના પ્રશિક્ષણસ્થળને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું.હુમલા પછી ઇદલિબમાં રશિયા અને તુર્કીની મધ્યસ્થી બાદ લાગુ કરાયેલો સંઘર્ષવિરામ ઘોંચમાં પડ્યો છે.

                સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં રશિયા અને તુર્કી વિરોધી પક્ષોનું સમર્થન કરી રહ્યા છે.

બ્રિટનસ્થિત સંગઠન સીરિયન ઑબ્ઝરવેટરી ફોર હ્યુમન રાઇટ્સ પ્રમાણે મૃતકોની સંખ્યા 78 હોવાની શક્યતા છે.સંગઠન પ્રમાણે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ નાજુક છે અને મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.

સંગઠનનું કહેવું છે કે માર્ચમાં સંઘર્ષવિરામ લાગુ થયો પછીનો સૌથી મોટો હુમલો છે. હુમલો ઇદલિબ શહેરની ઉત્તર-પશ્ચિમે આવેલા હારેમમાં થયો છે.સંઘર્ષવિરામ પછી ક્ષેત્રમાં સીરિયાની સેનાના હુમલા અટકી ગયા હતા. અહીંથી દસ લાખથી વધારે લોકો ઘર છોડીને જઈ ચૂક્યા છે. સંઘર્ષવિરામ પછી અહીંથી થઈ રહેલી હિજરત પણ અટકી હતી.

(6:43 pm IST)